મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Chhota Udepur news: ભાજપના તાલુકા પંચાતના કારોબારી અધ્યક્ષે પક્ષ સાથે છેડો ફાડ્યો

ગુજરાતના છોટાઉદેપુરના રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે છો

Chhota Udepur news: ભાજપના તાલુકા પંચાતના કારોબારી અધ્યક્ષે પક્ષ સાથે છેડો ફાડ્યો

ગુજરાતના છોટાઉદેપુરના રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે છોટાઉદેપુર ભાજપના તાલુકા પંચાતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ પક્ષ સાથે છેડો ફાડ્યો છે. નેતાજીએ સોશિયલ મીડિયા પોસ્ટ પર માહિતી આપી હતી.

ભાજપના તાલુકા પંચાતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ પક્ષને કર્યા રામ રામ

મળતા અહેવાલ પ્રમાણે છોટા ઉદેપુર ભાજપમાં છેલ્લા ઘણા સમયથી આંતરીક અસંતોષ વર્તાઈ રહ્યો હતો. રાજેશ રાઠવા કયા પક્ષમાં જોડાશે તેની અટકળો હાલ ચર્ચાઈ રહી છે. નોંધનીય છે કે આવતીકાલે છોટાઉદેપુરમાં ચૈતર વસાવાનો કાર્યક્રમ યોજાવાનો છે, તો આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી પહેલાં જ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. 

આ સમાચાર શેર કરો