ભાવનગર: લેણદારોની ધમકીના ત્રાસથી દંપતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, ઝેર પીતા પહેલા બનાવ્યો વીડિયો
રાજ્યના ભાવનગરમાં લેણદારોના ત્રાસથી દંપતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે ભાવનગર વડવા

રાજ્યના ભાવનગરમાં લેણદારોના ત્રાસથી દંપતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે ભાવનગર વડવા વિસ્તારમાં લેણદારોના ત્રાસથી કંટાળીને સુરેશ ડાભી તેમજ તેમના પત્ની ભારતીબેનને ઝેરી દવા પી લીધી હતી બન્ને ને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં બન્ને ની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
ઝેરી દવા પીતા પહેલા દંપતીએ એક વીડિયો બનાવ્યો
ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર પણ એકશનમાં આવી છે. ઝેરી દવા પીતા પહેલા દંપતીએ એક વીડિયો બનાવ્યો હતો, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
પોલીસને દંપતીના ઘરમાંથી સુસાઈડ નોટ પણ મળી આવી
વીડિયોમાં દંપતીએ ઉલ્લેખ કર્યો હતો કે લેણદારો સતત પઠાણી ઉઘરાણી કરતા અને મને, મારી પત્નીને ધમકી આપતા હતા. તેમના ત્રાસથી અમે આત્મહત્યા કરવા જઈ રહ્યા છીએ. પોલીસને દંપતીના ઘરમાંથી સુસાઈડ નોટ પણ મળી આવી છે. આ સુસાઈડ નોટ આધારે તપાસ શરૂ કરી છે.






