નવસારી: જોખમી રીતે સ્ટંટબાજી કરતા શખ્સોની અક્કલ ઠેકાણે આવી, પોલીસે ચારેયની કરી ધરપકડ
9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કાર્યક્રમ યોજાયા હત

9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કાર્યક્રમ યોજાયા હતા. ખેરગામ તાલુકામાં પણ ઉજવણી કરવામાં આવી હતી પરંતુ તે દિવસે અગાસી ગામ પાસે કેટલાક યુવાનો બાઈક ઉપર જોખમી સ્ટંટ કરી રહ્યા હતા.
4 યુવાનોએ પોલીસ સાથે ગાળાગાળી અને મારા મારી પણ કરી
સ્ટંટ કરવા રોકવા જતા ટોળામાં રહેલા 4 યુવાનોએ પોલીસ સાથે ગાળાગાળી કરી મારામારી કરી હતી. સાથે સાથે આ યુવાનોએ પોલીસની ફરજમાં રૂકાવટ કરતા ગઈકાલે સાંજે 4ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ચારેયની ધરપકડ
એક સ્ટંટ ચાલકે સામેથી આવતા વાહન સાથે જોરદાર ટક્કર થતા સ્ટન્ડ કરનાર યુવાનના પગમાં ગંભીર ઇજા થવા સાથે ફ્રેક્ચર થયું હતું જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.






