રાજકોટ અગ્નિકાંડમાં SITની તપાસ અંતિમ તબક્કામાં, 25 જુલાઇ પહેલા ચાર્જશીટ રજૂ કરાશે
સમગ્ર ગુજરાતને હચમચાવનાર રાજકોટના TRP ગેમઝોનના અગ્નિકાંડના રાજકોટ પોલીસ સ્ટેશનમાં ન

સમગ્ર ગુજરાતને હચમચાવનાર રાજકોટના TRP ગેમઝોનના અગ્નિકાંડના રાજકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની શહેર પોલીસની SIT દ્વારા 44 દિવસથી ચાલતી તપાસ હવે અંતિમ તબક્કામાં પહોંચી છે.
FSL સહિતના પુરવાઓની કડી જોડાઈ
મળતા અહેવાલ પ્રમાણે હવે માત્ર FSL સહિતના પુરવાઓની કડી જોડાઈ રહી છે, અને આગામી 25 જુલાઈએ આ અગ્નિકાંડને અને તેનો ગુનો નોંધાયાને બે મહિના પૂર્ણ થાય તે પહેલા જ કોર્ટમાં તોતિંગ કદનું ચાર્જશીટ રજૂ કરવા પોલીસે જહેમત ઉઠાવી છે. ગુનાના કામે દોઢ માસની તપાસમાં પૂર્વ TPO, ચીફ ફાયર ઓફિસર સહિત 8 અધિકારીઓની ધરપકજ કરીને રિમાન્ડ પર લઈ જેલ હવાલે કરાયા છે.
ચાર ઈન્સ્પેક્ટરો, પી.ડબલ્યુડીના એન્જિનિયરોને સસ્પેન્ડ
પોલીસની ઉંડી તપાસમાં સાગઠિયા, મકવાણા સહિત TPની ટોળકીએ રેકોર્ડ સાથે ચેડા કર્યાનો અને સાગઠિયા ઉપરાંત પૂર્વ ડે.ચીફ ફાયર ઓફિસર ઠેબાએ અપ્રમાણસર મિલ્કત વસાવ્યાનું પણ ખુલ્યું હતું. જ્યારે પોલીસના ચાર ઈન્સ્પેક્ટરો, પી.ડબલ્યુડીના એન્જિનિયરોને સસ્પેન્ડ કરાયા છે.






