મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગરના મુળીમાં સરકારી અને ગૌચર જમીનો પર દબાણનો મામલો, અધિકારીના રિપોર્ટમાં ગંભીર આરોપ

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં સરકારી અને ગૌચર જમીનો પર દબાણના મુદ્દે તાલ

સુરેન્દ્રનગરના મુળીમાં સરકારી અને ગૌચર જમીનો પર દબાણનો મામલો, અધિકારીના રિપોર્ટમાં ગંભીર આરોપ

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં સરકારી અને ગૌચર જમીનો પર દબાણના મુદ્દે તાલુકા વિકાસ અધિકારીએ એક રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં જણાવાયું છે કે ફક્ત મુળી તાલુકામાં જ 71 તત્વોએ સરકારી અને ગૌચર જમીનો પર કબજો કર્યો છે. આ રિપોર્ટ પોલીસ વિભાગને સુપરત કરવામાં આવ્યો છે, જેમાં દબાણ કરનારાઓની નામજોગ વિગતો પણ સામેલ છે.

રાજકીય સંબંધો ધરાવતા લોકોનો હાથ હોઈ શકે

રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે આ દબાણોમાં મોટા ભાગે રાજકીય સંબંધો ધરાવતા લોકોનો હાથ હોઈ શકે છે, જે આ મુદ્દાને વધુ જટિલ બનાવે છે.

આવા દબાણોને ખાલી કરાવવું પોલીસ વિભાગ માટે પણ એક મોટો પડકાર છે, કારણ કે રાજકીય દબાણ અને સ્થાનિક પરિસ્થિતિઓ કાર્યવાહીને અવરોધે છે. હવે સવાલ એ ઉભો થાય છે કે આ રિપોર્ટના આધારે દબાણો દૂર કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે, કે પછી અગાઉની જેમ આ માત્ર કાગળ પરની યાદી બની રહી જશે.

આ સમાચાર શેર કરો