શહેરા: પરિણીતાની લાશ મળવા મામલો, બાઈકના ક્લચ વાયરથી ગળે ટૂંપો દઇ હત્યા કરાયાનું સામે આવ્યું
શહેરા તાલુકાના ડુમેલાવના જંગલમાંથી પરિણીતાની લાશ મળવા મામલે નવો વળાંક આવ્યો છે.જે અંતર્ગત બાઈકના ક્લચ

શહેરા તાલુકાના ડુમેલાવના જંગલમાંથી પરિણીતાની લાશ મળવા મામલે નવો વળાંક આવ્યો છે.જે અંતર્ગત બાઈકના ક્લચ વાયરથી ગળે ટૂંપો દઇ હત્યા કરાયાનું સામે આવ્યું છે.પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુન્હો નોંધવામાં આવ્યો છે.
હત્યાનું રહસ્ય ઘેરાયું છે
પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી હત્યારાઓને શોધી કાઢવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જોકે ઘટના સ્થળેથી પરિણીતાની લાશ પાસેથી શ્રીફળ અને ફૂલ મળી આવ્યા હોવાને કારણે હત્યાનું રહસ્ય ઘેરાયું છે.પરિણીતાની હત્યા કેમ થઈ ? કયા કારણોસર થઈ ? અને પરિણીતાની હત્યા જંગલમાં જ થઈ કે પછી હત્યા કરાયેલી લાશ જંગલમાં ફેંકી દેવાઇ હશે ? તે દિશામાં પંચમહાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
હત્યારાએ લાશને ડુમેલાવના જંગલમાં આવેલ ખેત તલાવડીમાં ફેકી દીધી
હત્યારાએ પરિણીતાની હત્યા કરીને હત્યારાએ લાશને ડુમેલાવના જંગલમાં આવેલ ખેત તલાવડીમાં ફેકી દીધી હતી. સમગ્ર મામલે શહેરા પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. આ સાથે લાશ પાસે શ્રીફળ અને ફુલનો હારનો ટુંકડો મળ્યો હોવાથી હત્યાનું રહસ્ય ઘેરાયું છે.






