મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના રખેવાળ જ ચોર! ફિલ્મી ઢબે આપ્યો ચોરીને અંજામ

ગત 16 મી જુલાઈ ના રોજ અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પર ચાર લૂંટારૂઓએ ફિલ્મી

અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના રખેવાળ જ ચોર! ફિલ્મી ઢબે આપ્યો ચોરીને અંજામ

ગત 16 મી જુલાઈ ના રોજ અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પર ચાર લૂંટારૂઓએ ફિલ્મી ઢબે  સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી કોપર વાયરની લૂંટ ચલાવી હતી. ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડને લીમડાના ઝાડ સાથે બાંધી, મોબાઈલ અને 1.91.લાખના કોપર વાયરની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. જેની અંકલેશ્વર 'એ' ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.આ અંગે સિક્યુરિટી ગાર્ડ જીતેન્દ્ર સિંહ રાજપૂતે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.

લૂંટ સંદર્ભે ભરૂચ એલસીબી પોલીસે તપાસ શરુ કરી હતી. આ દરમિયાન સીસીટીવી ફૂટેજ, હ્યુમન ઇન્ટેલ તેમજ લોકો પૂછપરછ કરી તપાસ આગળ ધપાવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ વડે એલસીબી પોલીસને માહિતી મળી હતી કે લૂંટ અરવિંદ સિંગ રાજપૂતે કરી છે.જે હાલ અમદાવાદ ના જુના વાડજ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી રહ્યો છે. જે આધારે એલસીબી પોલીસ ની ટીમ અમદાવાદ ખાતે પહોંચી અરવિંદ સિંગ રાજપૂત ને ઝડપી પાડ્યો હતો. 
જેની ઉલટ તપાસ કરતા કરતા તે ભાંગી પડ્યો અને ઘટનાનો ભેદ ઉકેલ્યો હતો.

પોલીસ ફરિયાદ કરનાર જીતેન્દ્ર સિંગ રાજપૂત, ભીમસીંગ રાજપૂત, અંકિત સિંગ રાજપૂત અને શિવાકાન્ત સિંગ રાજપૂત સાથે 4 મહિના પૂર્વે જુના દીવા ગામ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. રૂપિયાની જરૂર પડતા તમામે ભેગા મળી ચોરીનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન મુજબ પ્રથમ જીતેન્દ્રસિંગને તેના પોઇન્ટ પર લીમડાના ઝાડ જોડે બાંધી દીધો હતો એ પૂર્વે જીતેન્દ્રસિંગ એ પોતાનો મોબાઈલ સંતાડી દીધો હતો. જે બાદ ટ્રેન પસાર થયા બાદ મોબાઈલ સિગ્નલ ન આવ્યું હોવાની તરકટ કરી તમામ જીતેન્દ્ર સિંગ પાસે ભેગા થયા હતા અને ત્યાં જીતેન્દ્ર સિંગનો વીડિયો બનાવી શેઠ શૈલેન્દ્ર  સિંગ અને ઇન્ચાર્જ પાંડેજીને મોકલી આપ્યો હતો. સવારે પોલીસ ફરિયાદ કરી હતી.

જો કે પોતે ચોરી કરેલ વાયરોની ચોરી ન પકડાય તે માટે ખોટી લૂંટની ફરિયાદ નોંધી હોવાની કબૂલાત કરી હતી. જે આધારે પોલીસે અરવીંદ સિંગ મુરલીસીંગ રાજપૂતની ધરપકડ કરી હતી. તેમજ પોલીસ ફરિયાદ નોંધાવાનાર એવા જીતેન્દ્ર સિંગ શ્યામબરણસિંગ રાજપૂત , ભીમસીંગ શિવજીતસિંગ રાજપૂત, અંકિતસિંગ શિવસિંગ રાજપૂત અને શિવકાંતસિંગ ગજેન્દ્રસિંગ રાજપૂત તમામ રહે ઉત્તર પ્રદેશનાને વોન્ટેડ જાહેર કરી પોલીસે તપાસ શરુ કરી છે.

આ સમાચાર શેર કરો