અમદાવાદ તંત્ર દુર્ઘટના થાય તે પહેલા જાગ્યું, 37 બ્રિજમાં તાબડતોડ રીપેરીંગ હાથ ધરાશે
બિહારમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉપરા-છાપરી દસથી વધુ બ્રિજ ધરાશાયી થયા છે. બ્રિજની બિસ્માર હાલતથી પ્ર

બિહારમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉપરા-છાપરી દસથી વધુ બ્રિજ ધરાશાયી થયા છે. બ્રિજની બિસ્માર હાલતથી પ્રશાસન દોડતું થયું છે. અમદાવાદમાં પણ વર્ષો જૂના બ્રિજ પર હવે સમારકામ જરૂરી બન્યા છે. અમદાવાદમાં પણ બિહારવાળી ન થાય તે માટે પ્રશાસન જાગૃત્ત બન્યું છે.
37 બ્રિજમાં રિપેરિંગની જરૂરિયાત વર્તાઈ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના નેતૃત્વ હેઠળ પંકજ એમ પટેલ કન્સલ્ટન્ટ પ્રા.લિ. તથા જિઓ ડિઝાઈન એન્ડ રિસર્ચ પ્રા. લિ. દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલા બ્રિજનું ઈન્સ્પેક્શન હાથ ધરાયું હતું. 37 જેટલા બ્રિજમાં માઈનોર રિપેરિંગની જરૂરિયાત વર્તાઈ છે. રીપોર્ટમાં કેડિલા રેલવે ઓવરબ્રિજની દિવાલમાં તિરાડો પડી ગઈ હોવાનું બહાર આવ્યુ છે.આંબેડકર બ્રિજના મેઈનગર્ડરના નીચેના ભાગમાં સળિયા ખુલ્લા પડી ગયા છે.
| બ્રિજના નામ | રીપેરીંગ |
| ગિરધરનગર ફ્લાય ઓવર | સ્પાન, સ્લેબ, ગર્ડરમાં લીંચીંગ |
| લાડલાપીર ઓવરબ્રિજ | કર્બ પ્રોટેક્શન, સિસમિક એરેસ્ટર જરૂરી |
| શાહીબાગ રેલ્વે અંડરબ્રિજ | રીટેઈનીંગ વોલ પર એપ્રોચ પોર્શન પર તિરાડ |
| જમાલપુર ફ્લાયઓવર | મેઈન સ્પાનમાં રીપેરીંગની આવશ્યક્તા |
| અસારવા ઓવરબ્રિજ | અમુક સ્થળોએ પરિસ્થિતિ નબળી, ગંભીર |
| સરદાર પટેલ બ્રિજ | સ્ટ્રક્ચર સ્ટ્રેથનિંગ માટે એનડીટી ટેસ્ટ જરૂરી |
| એલિસબ્રિજ | તમામ સમપાન, ગર્ડસના સોલિડ સ્લેબમાં લીંચીંગ |
| સોનીની ચાલ ફ્લાયઓવર | સ્ટીલબારમાં કાટ |
| અજીતમિલ ફ્લાયઓવર | માઈનોર રીપેરીંગ જરૂરી |
| રાજેન્દ્રપાર્ક ફલાયઓવર | માઈનોર રીપેરીંગ જરૂરી |
| વિંઝોલ માઈનોર બ્રિજ | પીઅરની દિવાલમાં તિરાડ |
| આઈ.ટી. આઈ. અંડરપાસ | કાટમાળ દુર કરવો જરૂરી |
| ઓઢવ બોક્ષ કલ્વર્ટ | ફૂટપાથ ખરાબ |
| સારંગપુર રેલ્વ બ્રિજ | ફૂટપાથ ખરાબ |
| દધીચી બ્રિજ | ફૂટપાથમાં કર્બ નથી |
| વટવા ઓવરબ્રિજ | બ્રિજમાં ગનીટીંગ જોવા મળે છે. |
| ખારીકટ કેનાલ પર | ગર્ડર સિવાયના ભાગમાં તિરાડ |
| આંબેડકર બ્રિજ | મેઈન ગર્ડરના બાગમાં સળીયા ખુલ્લા પડ્યા |
| ઈસનપુર ફ્લાયઓવર | માઈનોર રીપેરીંગ જરૂરી |
| ઝઘડા ઓવરબ્રિજ | માઈનોર રીપેરીંગ જરૂરી |
| ઈન્દુચાચા ફ્લાયઓવર | માઈનોર રીપેરીંગ જરૂરી |
| ઈન્દ્રરપુરી બોક્ષ કલવર્ટ | માઈનોર રીપેરીંગ જરૂરી |
| ઘોડાસર બોક્ષ કલવર્ટ | માઈનોર રીપેરીંગ જરૂરી |
| ખારીકટ બોક્ષ કલવર્ટ | ક્રેશ બેરીયરમાં રીપેરીંગ જરૂરી |
| કેડીલા રેલ્વે ઓવરબ્રિજ | દિવાલમાં તિરાડો પડી |
| સીટીએમ ફ્લાયઓવર | માઈનોર રીપેરીંગ જરૂરી |
| ખોખરા રેલ્વે ઓવરબ્રિજ | માઈનોર રીપેરીંગ જરૂરી |
| ચામુંડા ઓવરબ્રિજ | દિવાલમાં રેઈનફોર્સમેન્ટ |
| નરોડા રેલ્વે ઓવરબ્રિજ | માઈનોર રીપેરીંગ જરૂરી |
| મેમ્કો ઓવરબ્રિજ | માઈનોર રીપેરીંગ જરૂરી |
| ઠક્કરનગર ફ્લાયઓવર | માઈનોર રીપેરીંગ જરૂરી |
| દિનેશ ચેમ્બર ફ્લાયઓવર | માઈનોર રીપેરીંગ જરૂરી |
6 જેટલા મેજર, માઈનોર, રિવરબ્રિજનું આર.એન્ડ બી. વિભાગની ગાઈડલાઈન મુજબ પ્રાથમિક ધોરણે હતુ. આ ઈન્સપેક્શનમાં 37 જેટલા બ્રિજમાં માઈનોર રીપેરીંગ કરાવવુ પડે એમ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે.






