PM મોદીનો ગુજરાત પ્રવાસ: અમદાવાદમાં સભાને લઇને તંત્રએ શરૂ કરી તૈયારી; વડનગર-બેચરાજીમાં વિવિધ કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઇને તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે. વડાપ્રધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઇને તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે. વડાપ્રધાન મોદી ઓગસ્ટના અંતમાં 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. PM મોદી નિકોલમાં જાહેર સભા સંબોધશે. આ સિવાય PM મોદી વડનગર અને બેચરાજી ખાતે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે.
PM મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે
વડાપ્રધાન મોદી આગામી 25 અને 26 ઓગસ્ટ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. વડાપ્રધાન મોદી અમદાવાદ, વડનગર અને બેચરાજીમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. વડાપ્રધાન મોદી અમદાવાદના નિકોલ વિસ્તારમાં જાહેર સભાને સંબોધશે. PM મોદીના કાર્યક્રમને લઇને તંત્ર અને સંગઠન દ્વારા સભા સ્થળની મુલાકાત લઇ નીરિક્ષણ કરવામાં આવ્યું હતું.
PM મોદીનો વડનગર-બેચરાજીનો કાર્યક્રમ
વડાપ્રધાન મોદી વડનગર અને બેચરાજીની મુલાકાત લેશે અને ગાંધીનગરમાં રાત્રિ રોકા કરશે. વડાપ્રધાન મોદી વડનગરમાં નિર્માણાધીન મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ વડનગરના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ છે અને પ્રદેશમાં પરિવહન સુવિધાઓમાં સુધારો લાવશે.
જ્યારે બેચરાજીમાં PM મોદી સુઝુકી મોટર્સના પ્લાન્ટની મુલાકાત લઇ શકે છે, જ્યાં બેટરી સંચાલિત વાહનોના ઉત્પાદન યુનિટનું ઉદ્દઘાટન થઇ શકે છે. PM મોદી અમદાવાદમાં જનસભાને સંબોધીને ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. આ દરમિયાન ગુજરાત સરકારના અધિકારીઓ અને ભાજપના નેતાઓ સાથે બેઠકો થઇ શકે છે







