મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat/ પાંચ કરોડની લૂંટ મામલે પોલીસની મોટી કાર્યવાહી, મુદ્દામાલ સાથે પાંચેય આરોપીને ઝડપી લીધા

સુરતમાં 5 કરોડની લૂંટના આરોપીઓને પોલીસે વલસાડ જિલ્લામાંથી ઝડપી લીધા છે. જમીન દ

Surat/ પાંચ કરોડની લૂંટ મામલે પોલીસની મોટી કાર્યવાહી, મુદ્દામાલ સાથે પાંચેય આરોપીને ઝડપી લીધા

સુરતમાં 5 કરોડની લૂંટના આરોપીઓને પોલીસે વલસાડ જિલ્લામાંથી ઝડપી લીધા છે. જમીન દલાલ સાથે છેતરપિંડી કરીને 5 કરોડની લૂંટ ચલાવી ફરાર થયેલા 5 લૂંટારુઓ  વલસાડ જિલ્લામાંથી ઝડપાયા છે. વલસાડ એલસીબી અને એસઓજી પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી 4.54 કરોડ રૂપિયા કબજે કરાયા છે. 

સુરતમાં પાંચ કરોડની લૂંટના મામલામાં ફરાર થયેલા 2 લુંટારુ પારડી - પલસાણા નજીકથી વલસાડ જિલ્લામાંથી ઝડપાયા છે. વલસાડ એલસીબી અને એસઓજી પોલીસે આ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. પારડી-પલસાણા નજીકથી 2 આરોપીને ઝડપી લીધા હતા. જ્યારે બાકીના 3 આરોપીઓ ભિલાડ નજીકથી ઝડપાયા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી લૂંટનો કરોડોનો મુદ્દામાલ પણ મળી ગયો છે. પોલીસે ચીલ ઝડપે કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ 5 કરોડની લૂંટ ચલાવનારા આરોપીઓ ઝડપાયા છે. 

મળતી વિગતો મુજબ સુરતના રાંદેર રોડ નવયુગ કોલેજની પાછળ શાંતિપેલેસ સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષના લુમ્સના કારખાનેદાર હરીશભાઈ વાંકાવાલાએ બે વર્ષ અગાઉ જમીન વેચતા રૂ.૫ કરોડ આવ્યા હતા. આ રકમમાંથી તે કારખાના માટે મશીનરી ખરીદવા માંગતા હતા.પણ તે માટે વ્હાઈટના પૈસાની જરૂર હોય તે છેલ્લા છ મહિનાથી મથામણ કરતા હતા.

આ મામલે તેમના મુંબઈના એક મિત્રએ તેમને ૭૩ વષીય શ્રીકાંત જોશી અને શૈલેન્દ્રસિંહનો રેફરન્સ આપતા તે છેલ્લા ૧૫ દિવસથી તેમની સાથે વ્હોટ્રસએપ કોલ અને મેસેજથી પૈસા વ્હાઈટ કરવા વાત કરતા હતા. પાંચ ટકા કમિશનથી પૈસા વ્હાઈટ કરવાનું કહી શ્રીકાંત જોશી ચાર-પાંચ વખત રૂબરૂ મળી ગયો હતો. આખરે આજે ડીલ ફાઇનલ કરવાની હોય શ્રીકાંત જોશી ગતરાત્રે સુરત આવતા હરીશભાઈએ તેમની રહેવાની પણ વ્યવસ્થા કરી હતી. હરીશભાઈએ પૈસા આપવા માટે પાંચ થેલા પણ તૈયાર રાખ્યા હતા. 

એ પછી કારમાં શ્રીકાંત જોશીને બેસાડી વાયા, કાચ અજરામર ચોક દિવ્યા શૂઝ થઈ શાંટીપેલેસ સોસાયટીના ગેટ પાસે આવ્યા હતા અને ત્યાં કાર ઉભી રાખી હતી. શૈલેન્દ્રસિંહે પૈસા જોયા બાદ તેને વ્હાઈટમાં કન્વર્ટ કરી આરટીજીએસ મારફતે આપવાની વાત કરી હતી. આથી થોડીવાર બાદ તે આવતા હરીશભાઈએ તેને કારમાં બેસાડી પૈસા બતાવતા તેણે ફોન કરીને ઓકે યુ ક્રમ કહેતા હરીશભાઈએ કોને બોલાવો છો તેવું પૂછયું હતું.તે જવાબ આપે તે પહેલા જ ત્યાં ઈનોવા આવીને ઉભી રહેતા હરીશભાઈએ પોતાની કારના લોક બંધ કરી દીધા હતા.કારમાંથી એક વ્યક્તિએ કાચ ખટખટાવતા હરીશભાઈએ કહ્યું કે અમસ્તા જ બેઠા છીએ  તેવો જવાબ આપ્યો હતો. 

જોકે, હરીશભાઈએ તમે કોણ છો તેમ પૂછતાં તે વ્યક્તિએ ડિપાર્ટમેન્ટના છીએ તેવું કહ્યું ત્યારે હરીશભાઈએ ક્યાં ડિપાર્ટમેન્ટ તેમ પૂછયું તે સાથે જ શ્રીકાંત જોશી અને શૈલેન્દ્રસિંહ લોક ખોલી ઉતરી ગયા હતા. તે સાથે કારમાંથી ચાર ઉતર્યા હતા અને હરીશભાઈની કારમાંથી પૈસાના થેલા ઝડપભેર ઈનોવામાં નાખી શ્રીકાંત જોશી અને શૈલેન્દ્રસિંહને પણ તેમાં બેસાડી કાર ભગાવી હતી. હરીશભાઈએ આ અંગે તરત પોલીસને જાણ કરતા શહેરભરની પોલીસ દોડતી થઈ હતી અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. 

પોલીસે સમગ્ર રાજ્યની પોલીસને એલર્ટ કરી નાકાબંધી કરી હતી.તે અરસામાં શ્રીકાંત જોશીએ ફોન કરી જાણ કરી હતી કે તેને વેસ્મા ઉતારી મોબાઈલ ફોનનો સીમકાર્ડ બંધ કરી તેઓ શૈલેન્દ્રસિંહને લઈ મુંબઈ તરફ ગયા છે. આથી પોલીસે તે તરફ પોલીસને એલર્ટ કરતા વલસાડ એલસીબીએ વલસાડના પલસાણા પાસેથી મહારાષ્ટ્ર પાસીંગની કારને આંતરી શૈલેન્દ્રસિંહ અને અન્ય એકને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ કબજે કરી હતી. 

આ સમાચાર શેર કરો