મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્યમાં ત્રણ જુદી જુદી જગ્યાએ બની અકસ્માતની ઘટના, 1નું મોત 

લીંબડી અમદાવાદ હાઇવે ઉપર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિ નું મોત નિપજ્યું હતું. રળ

રાજ્યમાં ત્રણ જુદી જુદી જગ્યાએ બની અકસ્માતની ઘટના, 1નું મોત 

લીંબડી અમદાવાદ હાઇવે ઉપર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિ નું મોત નિપજ્યું હતું. રળોલ ગામના પાટિયા હાઉસ નજીક ટેલર, ટ્રક અને પીકઅપ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

સુરતમાં નશેડીએ ત્રણ વ્હિકલોને અડફેટે લીધા

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ તિરૂપતિ સર્કલ પાસે રાત્રે અકસ્માતની ઘટના સામે આવી છે. કાર ચાલક દ્વારા ત્રણ જેટલા વાહન ચાલકોને એડફેટે લીધા. કાર ચાલક નશાની હાલાતમાં હોવાનું જાણવા મળ્યું. પરંતુ કાર ચાલકે ટાયર ફાટી જતાં અકસ્માત થયાનું રટણ કર્યું હતું.  કારની અડફેડે 3લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. કારથી રીક્ષા સહિત વ્હિકલોને ભારે નુકસાન થયું છએ. બાઈકસવારને પગમાં ફ્રેક્ચર પણ થયાનું જાણવા મળ્યું છે. પાંડેસરા પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. 

નસવાડીમાં બે ટ્રક સામસામે અથડાઈ

નસવાડી બોડેલી હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 108 દ્વારા બંને ઈજાગ્રતોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ  અકસ્માતની ઘટના બનતા બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. સમી સાંજે અકસ્માત થતા બંને બાજુ હાઇવે પર ટ્રાફિક સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી સત્વરે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.  ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ જતા જીસીબી દ્વારા બહાર કઢાયો હતો. 

આ સમાચાર શેર કરો