મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદના જે 7 રસ્તાઓ આઈકોનિક બનાવાશે તેનું પીએમ મોદી કરશે ખાતમૃહર્ત

૧૬ સપ્ટેમ્બરને સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદમાં સાત આઈકોનિક રોડ બનાવવા ખાતમૂહુર્ત કરશે.અમદાવાદ

અમદાવાદના જે 7 રસ્તાઓ આઈકોનિક બનાવાશે તેનું પીએમ મોદી કરશે ખાતમૃહર્ત

૧૬ સપ્ટેમ્બરને સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદમાં સાત આઈકોનિક રોડ બનાવવા ખાતમૂહુર્ત કરશે.અમદાવાદ મ્યુનિ.ના કુલ ૬૪૯ કરોડના વિકાસકામોનુ ઈ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરાશે.જેમાં રેન બસેરા,વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સહિતના અન્ય પ્રોજેકટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રેનબસેરા,વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સહિતના પ્રોજેકટનું લોકાર્પણ

સોમવારે નરોડા ખાતે બનાવવામાં આવેલા ૧૨૧૫ આવાસોનું લોકાર્પણ કરાશે.ઠકકરબાપાનગર ખાતે ૨૧.૫૮ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન,નારોલ તથા નિકોલમાં રુપિયા ૧૫ કરોડથી વધુના ખર્ચથી બનાવવામાં આવેલા રેનબસેરાનું લોકાર્પણ કરાશે.૩૦ મેગાવોટ સોલાર સિસ્ટમ ઉપરાંત સાત આઈકોનિક રોડ રુપિયા ૩૫૦ કરોડના ખર્ચથી બનાવવાના પ્રોજેકટનુ ખાતમૂહુર્ત કરવામાં આવશે.

અમદાવાદમાં એરપોર્ટ સર્કલથી ડફનાળા સર્કલ સુધીના રોડ ઉપરાંત આશ્રમરોડ, ઈસ્કોનથી પકવાન જંકશન સુધીનારોડને આઈકોનિક બનાવાશે. શહેરમાં કુલ વીસ કિલોમીટરથી વધુ લંબાઈના સાત રોડને રૂપિયા 350 કરોડના ખર્ચે આઈકોનિક બનાવવામાં આવશે.રોડની હયાત પહોળાઈ મુજબ ઓનસ્ટ્રીટ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે.

સાત રોડને રૂપિયા 350 કરોડના ખર્ચે આઈકોનિક બનાવવામાં આવશે

નામ  લંબાઈ (મીટર)  પહોળાઈ (મીટર)
એરપોર્ટ સર્કલથી ડફનાળા જંકશન 3250 30
નરોડા સ્મશાનથી દહેગામ સર્કલ   2700 60
શ્યામલથી એસ.જી.હાઈવે 3300 30
ઈસ્કોનથી પકવાન જંકશન 1470 12થી 28
વિસતથી તપોવન સર્કલ  2400 90થી 108
કેશવબાગથી પકવાન જંકશન 2370 30
આશ્રમરોડ 5115 30.5થી 39.65

સાલ હોસ્પિટલથી હેલમેટ સર્કલ સુધી ચાર કિલોમીટરના રોડ કરાયો રીસરફેસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે.વડાપ્રધાનના આગમન અગાઉ સાલ હોસ્પિટલથી હેલમેટ સર્કલ સુધી ચાર કિલોમીટરના રોડને રુપિયા બે કરોડના ખર્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીસરફેસ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ૧૬ સપ્ટેમ્બરે જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડ ખાતે યોજાનારા વડાપ્રધાનના કાર્યક્રમ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા વિભાગોના અધિકારીઓને તેમને આપવામા આવેલી સુચના મુજબ સ્ટાફ સાથે હાજર રહેવા સુચના આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો