મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad: નરોડા પાટિયા ફલાયઓવર માટે 30 મીટરનો રોડ 45 મીટરનો કરાશે, સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકાઈ દરખાસ્ત

અમદાવાદમાં નરોડા પાટિયા પાસે રુપિયા 230 કરોડના ખર્ચે અંદાજે અઢી કિલોમીટર

Ahmedabad: નરોડા પાટિયા ફલાયઓવર માટે 30 મીટરનો રોડ 45 મીટરનો કરાશે, સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકાઈ દરખાસ્ત

અમદાવાદમાં નરોડા પાટિયા પાસે રુપિયા 230  કરોડના ખર્ચે અંદાજે અઢી કિલોમીટર લાંબો થુ્ ફલાયઓવર બનાવવા મંજૂરી અપાઈ છે. દેવી સિનેમાથી ગેલેકસી જંકશન સુધી પાઈલની કામગીરી ચાલે છે. જે ટૂંકસમયમાં પુરી કરાશે. જમણી બાજુએ ફાઉન્ડેશનની કામગીરી કરતા પહેલા 30 મીટર પહોળાઈનો રોડ 45 મીટર પહોળો કરવા તથા રોડ લાઈનનો અમલ કરી બંને તરફ 7.50 મીટરના સર્વિસ રોડ બનાવવાની મંજૂરી માંગતી દરખાસ્ત આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકાઈ છે.

કોર્પોરેશનના ઈજનેર બ્રિજ પ્રોજેકટ વિભાગ દ્વારા  ગેલેકસી સિનેમા જંકશનથી દેવી સિનેમા જંકશન થઈ નરોડા પાટિયા જંકશન એમ ત્રણ જંકશનને આવરી લેતો થુ્ ફલાયઓવરબ્રિજ બનાવવા રચના કન્સ્ટ્રકશનને કામગીરી આપવામા આવી છે.નરોડા પાટિયાથી સુતરના કારખાના સુધી હયાત 30  મીટરનો રસ્તો 60 મીટર કરવા રોડલાઈન મુકવામા આવી હતી. જે પૈકી નરોડા પાટિયાથી નરોડા બેઠક ત્રણ રસ્તા સુધીની રોડલાઈનમા આવતા બાંધકામોને કોર્પોરેશન તરફથી નોટિસ આપવામા આવી હતી.પરંતુ બ્રિજ પ્રોજેકટની રજૂઆત મુજબ, હાલ બ્રિજના કામ માટે 45 મીટર પહોળા રોડની જરુરીયાત હોવાથી આ રોડલાઈન પૈકી ટી.પી.સ્કીમ-39 ના ફાઈનલ પ્લોટ નંબર-239 તથા 708 આગળ રસ્તાની પહોળાઈ 30  મીટર છે ત્યાં 45  મીટર મુજબ રોડલાઈનનો અમલ કરવો જરુરી છે. જેમાં ત્રણ રહેણાંક અને દસ કોમર્શિયલ બાંધકામ કપાતમાં  આવે છે. જેમને નિયમ મુજબ વળતર આપવાનુ થશે.

વાડજ ફલાયઓવરનું કામ માર્ચ-26માં પુરુ કરાશે

કોર્પોરેશન દ્વારા વાડજ જંકશન ઉપર રુપિયા 107 કરોડના ખર્ચે ફલાયઓવર અને અંડરપાસ બનાવવા રચના કન્સ્ટ્રકશનને કામ અપાયુ છે. આ બ્રિજની કામગીરી માટે વાડજથી રાણીપ તરફ જવાનો એક રસ્તો બે મહીના માટે બંધ કરાયો છે. બ્રિજની કામગીરી પુરી થયા પછી અંડરપાસ બનાવવાની કામગીરી શરુ કરાશે એમ સત્તાવારસૂત્રમાંથી જાણવા મળ્યુ છે.

આ સમાચાર શેર કરો