Ahmedabad: ઠક્કરનગર બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, કારની ટક્કરે એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત
અમદાવાદ શહેરમાં ફરી એકવાર એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. શહેરના ઠક્કરનગર બ્રિજ પર એક કાર

અમદાવાદ શહેરમાં ફરી એકવાર એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. શહેરના ઠક્કરનગર બ્રિજ પર એક કાર ચાલકે મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા આ દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર બે વ્યક્તિઓ પૈકી એક યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર કાર ચાલકને શોધવાની તજવીજ શરૂ કરી છે. અકસ્માત બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.




