મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad: 'પાર્ક રેસિડેન્સી' હોટલની ગંભીર બેદરકારી: મંગાવ્યું પનીર અને પીરસ્યું ચિકન!

બહારનું ખાવાના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સો અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં

Ahmedabad: 'પાર્ક રેસિડેન્સી' હોટલની ગંભીર બેદરકારી: મંગાવ્યું પનીર અને પીરસ્યું ચિકન!

બહારનું ખાવાના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સો અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીંની જાણીતી પાર્ક રેસિડેન્સી હોટલની ગંભીર બેદરકારીને કારણે એક યુવકને અત્યંત કડવો અનુભવ થયો છે.

ઘટનાની વિગત એવી છે કે યુવકે હોટલમાં પનીર ચીલી (Paneer Chilli) મંગાવ્યું હતું, પરંતુ હોટલના સ્ટાફ દ્વારા ભૂલથી તેને ચિકન (Chicken) પીરસવામાં આવ્યું હતું. યુવકને જ્યારે આ માલૂમ પડ્યું ત્યારે હોટલની મોટી બેદરકારી સામે આવી હતી.

વેજ અને નોન-વેજ એક જ કિચનમાં બનતું હોવાનો આક્ષેપ

આ ઘટના બાદ થયેલી તપાસમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે. હોટલ પાર્ક રેસિડેન્સી, જે ગ્રાહકો પાસેથી ઊંચા રૂપિયા વસૂલે છે, તે હોટલમાં વેજ (શાકાહારી) અને નોન-વેજ (માંસાહારી) વાનગીઓ એક જ કિચન (રસોડા) માં બનાવવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે.

શાકાહારી ભોજનમાં માંસાહારી વાનગી ભળવાની આ ગંભીર ભૂલને કારણે ગ્રાહકોની ધાર્મિક ભાવનાઓ અને સ્વાસ્થ્ય સાથે ચેડાં થવાની સંભાવના છે. હવે સવાલ એ ઊભો થયો છે કે ગ્રાહકોના વિશ્વાસ સાથે ચેડાં કરનાર આ હોટલ પાર્ક રેસિડેન્સી સામે AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) કોઈ કડક કાર્યવાહી કરશે કે કેમ?

આ સમાચાર શેર કરો