મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

RBIએ જે બેંકને તાળા માર્યા એની સુરતમાં પણ અસર, વેપારીઓ-નોકરિયાતો મુશ્કેલીમાં

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મુંબઈ સ્થિત ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જેના

RBIએ જે બેંકને તાળા માર્યા એની સુરતમાં પણ અસર, વેપારીઓ-નોકરિયાતો મુશ્કેલીમાં

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મુંબઈ સ્થિત ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જેના કારણે સુરતના વેપારીઓ, નોકરીયાતો અને સામાન્ય ખાતેદારો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. આ પ્રતિબંધ 13 ફેબ્રુઆરી 2025થી અમલમાં આવ્યો છે અને 6 મહિના સુધી લાગુ રહેશે. RBIના આ નિર્ણય અનુસાર, બેંક હવે કોઈ નવી લોન આપી શકશે નહીં, નવી થાપણ સ્વીકારી શકશે નહીં, તેમજ ગ્રાહકો તેમના જમા પૈસા ઉપાડી શકશે નહીં. ત્યારે આજે બેંકની બહાર લોકોની લાઈનો લાગી હતી.

કર્ચમારીઓને સીધી અસર

ટેક્સટાઇલ ઉદ્યોગમાં હજારો કર્મચારીઓ કામ કરે છે, જેમાંથી ઘણા લોકોના પગાર આ બેંકમાં જમા થતા હતા. હવે RBIના પ્રતિબંધ પછી, કર્મચારીઓ પગાર નહીં મળી શકે તેવી સ્થિતિ ઉભી થઈ છે. ઘણા કર્મચારીઓના હોમલોન અને પર્સનલ લોનની EMI પણ આ બેંકના એકાઉન્ટમાંથી કપાતી હતી, પણ હવે બેંકમાંથી કોઈ પણ પેમેન્ટ બહાર જઈ શકશે નહીં. બેંકના દૈનિક કામકાજ બંધ થવાને કારણે ઘણા ગ્રાહકોના બેંક એકાઉન્ટમાં જમા થયેલા ચેક પણ ક્લિયર થઈ રહ્યા નથી, જેના કારણે તેઓને વધુ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

એકાઉન્ટ ધારક વેપારીઓ મુશ્કેલીમાં

રીંગ રોડ વિસ્તાર ટેક્સટાઇલ માર્કેટનું હબ છે. અહીં અન્નપૂર્ણા માર્કેટમાં ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકની એક બ્રાન્ચ આવેલી છે, જેમાં હજારો વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોના એકાઉન્ટ છે. આ બેંકમાં અનેક વેપારીઓના કારોબારી લેણદેણ થતાં હોવાથી, અચાનક લાગેલા પ્રતિબંધથી ઘણા ધંધાર્થીઓએ ભોગવટો સહન કરવો પડી રહ્યો છે.કેટલાક વેપારીઓના ચેક ક્લિયર થવાને બદલે અટવાઈ ગયા છે, જેના કારણે વેપાર માટે નાણા ઉપલબ્ધ નથી.ઘણા વેપારીઓ માટે આ બેંક મારફતે લેવાતા લોન અને રોજબરોજના ટ્રાન્જેક્શન પર અસર પડી છે.

આ સમાચાર શેર કરો