સુરતમાં આજથી ટેક્સટાઈલ માર્કેટ શરૂ, વેપારીઓએ પૂજા અર્ચના કરી વેપારની કરી શરૂઆત
સુરત હીરા અને ટેક્સટાઈલ નગરી તરીકે ઓળખાય છે. ત્યારે આજે લાભ પાંચમના દિવસે બપોર બાદ શુભમુહૂર્તમાં વેપારીઓએ ધં

સુરત હીરા અને ટેક્સટાઈલ નગરી તરીકે ઓળખાય છે. ત્યારે આજે લાભ પાંચમના દિવસે બપોર બાદ શુભમુહૂર્તમાં વેપારીઓએ ધંધાની શરૂઆત કરી હતી. ભગવાનની પૂજા અર્ચના કરીને સારા વેપાર વર્ષ દરમિયાન થાય તેવી પ્રાર્થના કરી હતી. ગતવર્ષના છેલ્લા ચાર મહિના કાપડ ઉદ્યોગ માટે સારા રહ્યા હતાં. ત્યારે એ પ્રમાણે જ આ વર્ષે પણ સમગ્ર વર્ષ દરમિયાન સારો વેપાર થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો:મોસાળમાં મળ્યું મરણ, અંબિકા નદીમાં નાહવા પડેલા સુરતના બે યુવાન ડૂબી જતાં કરુણાંતિકા
સારા મુહૂર્તમાં શરૂઆત
કાપડના વેપારીએ કહ્યું કે, લાભપાંચમના દિવસે અમે દર વર્ષે મુહૂર્ત જોઈને દુકાનો ખોલીને શુભ શરૂઆત કરીએ છીએ. વર્ષોની પરંપરા પ્રમાણે ગ્રાહકો પણ અમને ઓર્ડર આપતા હોય છે. તહેવારો અને લગ્ન પ્રસંગોની ખરીદી ખૂબ જ સારી રીતે થાય. આગામી દિવસોમાં તેજી જોવા મળે તો ટેક્સટાઇલ ઉદ્યોગ ખૂબ સારી રીતે આગળ વધશે. દિવાળી વખતે ખૂબ સારી રીતે દેશભરની અંદર વેપાર ધંધો થયો હતો.
બપોર બાદ કર્યા મુહૂર્ત
આજના દિવસમાં વેપારીઓ પોતાની દુકાનો અને લાભ પાંચમના દિવસે શરૂ કરીને વિધિવત રીતે ધંધાની શરૂઆત કરી દેતા હોય છે. વર્ષોથી ટેક્સટાઇલ માર્કેટમાં આ પ્રકારની પદ્ધતિ ચાલી આવી છે. ટેક્સટાઈલના વેપારીઓ દ્વારા મુહૂર્ત જોઇને પૂજા કરવામાં આવે છે. તો કેટલાક લોકો લાભ પાંચમના દિવસે સવારમાં અચૂક પૂજાની શરૂઆત કરી દેતા હોય છે. આ વખતે સવારે તેમ જ 11 વાગ્યાથી 1 વાગ્યા સુધીના સમય દરમિયાન મુહૂર્ત હોવાના કારણે વેપારીઓએ પોતાના વેપારની શરૂઆત કરી હતી.








