મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

લખપતના ઘડુલી PHCમાં નશેડી આયુષ મેડિકલ ઓફિસરનો આતંક

કચ્છમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરાર આધારિત ફરજ

લખપતના ઘડુલી PHCમાં નશેડી આયુષ મેડિકલ ઓફિસરનો આતંક

કચ્છમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરાર આધારિત ફરજ બજાવતા નશેડી ડોક્ટરની કરતૂત સામે આવી છે. જેમાં આ ડોક્ટર ગાંજાની ચીલમનું સેવન કરી રહ્યો છે. કચ્છ જિલ્લામાં લખપત તાલુકાના ઘડુલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરાર આધારિત ફરજ બજાવતા નશેડી આયુષ મેડિકલ ઓફિસરનો આંતક સામે આવ્યો છે.

ઘડુલી PHCમાં નશેડી ડો કલ્પેશ નટવરલાલ રાઠોડના કારણે PHC સ્ટાફ સહિત દર્દીઓ ત્રાહિમામ પોકાર્યા છે. નશેડી ડોકટર વિરુદ્ધ 1 મહિના અગાઉ ખુદ દયાપર પોલીસ ફરિયાદી બની કાર્યવાહી કર્યા છતાં આરોગ્ય વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા. માત્ર કારણદર્શક નોટિસ આપી આરોગ્ય વિભાગએ સંતોષ માની લીધો હોય તેવો સ્થાનિકોમાં ગણગણાટ શરૂ થયો છે.

29 જાન્યુઆરીના રોજ ડો કલ્પેશ રાઠોડ વિરુદ્ધ દયાપર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. નશેડી ડો. કલ્પેશ રાઠોડએ માનસિક ત્રાસ અને હેરાનગતિ કરતા ઘડુલી PHCના સ્ટાફે જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિતમાં રજુઆત કરી હતી. ઘડુલીના સરપંચે પણ નશેડી ડોકટર કલ્પેશ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધવા લેખિત અરજી કરી હતી. ઘડુલી PHCમાં 33 ગામો અને 7 BSF ચોકી વિસ્તાર આવે છે તેમ છતાં જવાનો અને લોકોના આરોગ્યની જવાબદારી આવા નશેડી ડોક્ટર પર મૂકી દેવાઈ છે. ઘડુલી PHCમાં હજુય નશેડી આયુષ મેડિકલ ઓફિસર ત્યાં જ ફરજ બજાવી રહ્યો છે. નશેડી ડોક્ટરની કરતૂત લઇ આરોગ્ય વિભાગએ 4 ફેબ્રુઆરીના રોજ તેના પાસે ખુલાસો માંગ્યો હતો. આમ છતાં 24 દિવસ જેટલો સમય વીતવા આવ્યા છતાં આરોગ્ય વિભાગ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. દર્દીઓના જીવ સાથે ચેડાં કર્યા બાદ નશેડી ડોક્ટર વિરુદ્ધ કચ્છનું આરોગ્ય વિભાગ પગલાં લેશે તેવી લોક તેજ બની છે.

આ સમાચાર શેર કરો