કચ્છમાં પક્ષી-પ્રાણીઓના શિકારની પ્રવૃત્તિમાં સંકળાયેલા 4ની ધરપકડ, પ્રાણીઓના મૃતદેહ સાથે હથિયારો જપ્ત
કચ્છમાં યાયાવર પક્ષી, લુપ્ત થતા પ્રાણીઓના સંવર્ધન માટે સરકાર કરોડો રૂપીયા ખર્ચી રહી છે બીજી

કચ્છમાં યાયાવર પક્ષી, લુપ્ત થતા પ્રાણીઓના સંવર્ધન માટે સરકાર કરોડો રૂપીયા ખર્ચી રહી છે બીજી તરફ નિર્દોષ પક્ષી-પ્રાણીઓના બેફામ શિકારની પ્રવૃતિ કચ્છમાં વકરી છે ત્યારે કરોડોની ગ્રાન્ટ ખર્ચ કરતું વનવિભાગ આ શિકારી પ્રવૃતિ રોકવા કામગીરી કરે તે જરૂરી બન્યું છે.
રક્ષીત વિસ્તારમાં જતા શિકારીઓની ટોળકી ઝડપાઈ
કચ્છમાં શિકારી પ્રવૃતિના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગઇકાલે જ વનવિભાગ દ્રારા અબડાસામાંથી એક શિકારીને હથિયાર તથા શિકાર થયેલા પ્રાણીઓના મૃતદેહ સાથે ઝડપ્યો હતો. જો કે પશ્ચિમ કચ્છમાં હજારોની સંખ્યામાં જ્યાં પ્રવાસીઓ આવે છે ત્યાં વનવિભાગ જાણે અંધારામાં હોય તે રીતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અગાઉ પણ નિરોણા પોલીસે શિકારી પ્રવૃતિ માટે રક્ષીત વિસ્તારમાં જતા શિકારીઓની ટોળકી ઝડપી પાડી હતી તેવામાં વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે.
25 કુંજ પક્ષીના મૃતદેહ તથા ગેરકાયદેસર દેશી બંદુક સહિતના હથિયારો
રક્ષીત વિસ્તારમાંથી શિકારી પ્રવૃતિની ઘટના સામે આવી છે. જેમાં 25 કુંજ પક્ષીના મૃતદેહ તથા ગેરકાયદેસર દેશી બનાવટની બંદુક સહિતના હથિયારો પોલીસે ઝડપી લીધા છે. આ શિકારી તો પોલીસને થાપ આપી ભાગી ગયા હતા પરંતુ તેના વાહનની તપાસ કરતા તેમાંથી હથિયાર અને બંદુકના ભડાકે શિકાર કરાયેલા 25 કુંજ પક્ષીના મુતદેહ મળી આવ્યા હતા. ફરાર શિકારી ટોળકીના 4 આરોપીઓની પોલીસે ધડપકડ કરી છે.
જે વિસ્તારમાં યાયાવર પક્ષીઓની સુરક્ષા માટે સરકાર દ્વારા કરોડો રૂપીયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, ત્યાં વનવિભાગ દ્વારા આવા પક્ષીઓની સુરક્ષા માટે પણ પુરતી વ્યવસ્થા નથી તે આ ઘટના પરથી સાબિત થઇ રહ્યુ છે. નિરોણા પોલીસે કુંજ પક્ષીના મૃતદેહ, દેશી બંદુક તથા જીવતા કારતુસ, બે છરી તથા એક કુહાડી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવા ફોરેસ્ટને સોંપ્યા છે. જ્યારે ગેરકાયદેસર પકડાયેલ હથિયાર અંગે નિરોણા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ અને અન્ય કલમો તળે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે ભીલાલ ગગડા, અર્શદ ગગડા, મોસીન ગગડા નામના 3 આરોપીઓ ઝડપાયા છે જ્યારે હજુ 1 આરોપીને ઝડપવાનો બાકી છે.






