મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મુંદ્રામાંથી ઝડપાયેલા લાખોના ડ્રગ્સ કેસનો મામલો, પશ્ચિમ કચ્છ પોલીસ પંજાબથી વધુ એક આરોપીને ઢસડી લાવી

કચ્છના મુંદ્રામાંથી લાખો રૂપિયાનું પ્રતિબંધિત ડ્રગ્સ થોડાક સમય પહેલાં જ ઝડપાયું હતું મળતા અહેવાલ પ્રમ

મુંદ્રામાંથી ઝડપાયેલા લાખોના ડ્રગ્સ કેસનો મામલો, પશ્ચિમ કચ્છ પોલીસ પંજાબથી વધુ એક આરોપીને ઢસડી લાવી

કચ્છના મુંદ્રામાંથી લાખો રૂપિયાનું પ્રતિબંધિત ડ્રગ્સ થોડાક સમય પહેલાં જ ઝડપાયું  હતું મળતા અહેવાલ પ્રમાણે  મુંદ્રાના  શ્રીજીનગર દેવાંગ ટાઉનશીપના એક મકાનમાંથી પંજાબના કુલદીપસિંગ સવિન્દ્રસિંગ મજબી (શીખ) નામના યુવકને મુંદ્રા પોલીસે 32.47 લાખના કોકેઇનના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. આ કેસમાં મદદગાર પંજાબના યુવાનનું નામ ખુલ્યું હતુ. પ્રાગપર પોલીસની એક ટીમ પંજાબ પહોંચીને મદદગાર આરોપીને ઝડપી પાડીને ડ્રગ્સના મુખ્ય સુત્રધાર સપ્લાયરને ઝડપી લેવા ઝીંણવટ ભરી તપાસ શરૂ કરી છે.

લાખોના ડ્રગ્સ સાથે યુાવન ઝડપાયો

પંજાબના મનોચહલ ગામના અને મુંદ્રા ખાતે રહેતા કુલદીપસિંગ સવિન્દ્રસિંગ મજબી શીખ (ઉ.વ.38)ને મુંદરા પોલીસે ગત 11 જાન્યુઆરીના તેના મુંદરા ખાતેના ઘરમાંથી 32 લાખ 47 હજારની કિંમતના કોકેઇનના જથ્થા સાથે પકડી લીધો હતો. આ કેસની ક્રોસ તપાસ પ્રાગપર પોલીસ મથકના પીઆઇ ડી.ડી. શિમ્પીને સોંપવામાં આવી હતી.  

પંજાબથી પણ એક આરોપીની ધરપકડ કરવામાં આવી

  પોલીસે કુલદીપસિગના 10 દિવસના રિમાન્ડ મેળવીને પુછપરછ કરતાં તેણે પંજાબના પોતાના ગામે રહેતા સુખદીપસિંગની મદદથી કોકેઇન ડ્રગ્સ વેચવા માટે મેળવ્યું હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું. જેથી પ્રાગપર પોલીસની એક ટીમ પંજાબ પહોંચી હતી. અને તરનતારણ જિલ્લાના મનોચલ ગામેથી આરોપી સુખદીપસિંગ ઉર્ફે સુખ દર્શનસિગ મજબી (શીખ) ઉ.વ.20ને પકડીને લઇ આવી હતી.  સુખદીપસિંગે કુલદીપસિંગને કોકેઇન મેળવી આપ્યું હતુ. હાલ આરોપીના રિમાન્ડની તજવીજ સાથે કોકેઇનના સપ્લાયર મુખ્ય સુત્રધાર કોણ છે. તે જાણવા તપાસ ચાલી રહી છે. મુખ્ય સુત્રધાર પકડાયા પછી આરોપીએ કચ્છ, ગુજરાતમાં કોને કોને કોકેઇનનો જથ્થો મોકલ્યો છે. તે સહિતની વિગતો બહાર આવશે. પ્રાગપર પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર એમ.કે.દામા, ભરતભાઇ ગેલોત, ઇશ્વરભાઇ ચૌધરી, રાજેન્દ્ર જેસર સહિતની ટીમ પંજાબ જઇને આરોપીને પકડી પાડયો હતો.

આ સમાચાર શેર કરો