રાષ્ટ્રપતિની કચ્છ મુલાકાત માટે ખાનગી હોસ્પિટલમાં ઈમરજન્સી રુમ બુકિંગ મામલે વિવાદ
ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તો એ મામ

ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તો એ મામલે તંત્રનો એક ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યું છે. કચ્છમાં પધારી રહેલ રાષ્ટ્રપતિના આરોગ્યને લઇ વહીવટી તંત્રની કફોડી સ્થિતિ સામે આવી છે. કચ્છમાં સરકારી હોસ્પિટલની કફોડી હાલતને કારણે રાષ્ટ્ર્રપતિ માટે ખાનગી હોસ્પિટલમાં ઇમરજન્સી રૂમ રિઝર્વ રખાયો છે.
કહેવાતા વિકસિત ગુજરાતના કચ્છમાં રાષ્ટ્રપતિ માટે રિઝર્વ ઇમરજન્સી રૂમ રાખી શકાય તેવી એકેય સરકારી હોસ્પિટલ નથી. આખરે રાષ્ટ્રપતિ માટે તંત્રને ખાનગી હોસ્પિટલમાં ઇમરજન્સી રૂમ રિઝર્વ રાખવામાં આવી રહ્યો છે. સરકારની મોટી વાતો વચ્ચે કચ્છમાં આરોગ્ય પરિસ્થિતિની ખરી વાસ્તવિકતા સામે આવી છે. આ સાથે અનેક વિવાદોમાં રહેલી ખાનગી હોસ્પિટલના સંચાલકોએ પોતાની હોસ્પિટલની વાહવાહી માટે રાષ્ટ્રપતિ માટે તેમની હોસ્પિટલમાં રિઝર્વ ઇમરજન્સી રૂમ રખાયો હોવાનો ભ્રામક પ્રચાર કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.




