કચ્છ: ગાંધીધામમાં SBIના સિક્યુરીટી ગાર્ડની બંદૂકમાંથી થયું મીસ ફાયર, પોતાને જ વાગી ગોળી
રાજ્યના કચ્છમાંથી અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે કચ્છના ગાંધીધામ SBI બેન્ક

રાજ્યના કચ્છમાંથી અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે કચ્છના ગાંધીધામ SBI બેન્કના સિક્યુરીટી ગાર્ડ દ્વારા અકસ્માતે બંદૂકમાંથી મીસ ફાયર થયું હતું. સિક્યુરીટી ગાર્ડને પોતાને પગમાંજ ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત સિક્યુરીટી ગાર્ડ અજીતભાઇ મહેશ્વરીને સારવાર માટે તાત્કાલિકના ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, હાલ સિક્યુરીટી ગાર્ડની સારવાર કરવામાં આવી છે.
પોલીસે આ મામલે તપાસ આદરી
મળતા અહેવાલ પ્રમાણે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ તે દિશામાં પણ તપાસ આદરવામાં આવી છે કે કયા કારણોસર બંદૂકમાંથી મીસ ફાયર થયું છે?




