નવસારીમાં ઠંડીનું જોર યથાવત, તાપમાન 12 ડિગ્રી સુધી સ્થિર રહેતા શહેરીજનો ઠુંઠવાયા
દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં ઠંડીનું જોર યથાવત્ રહ્યું છે, તાપમાન 10 ડિગ્રીથી લઈને 12 ડિગ્રી સુધી સ્થિર રહ્ય

દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં ઠંડીનું જોર યથાવત્ રહ્યું છે, તાપમાન 10 ડિગ્રીથી લઈને 12 ડિગ્રી સુધી સ્થિર રહ્યું છે. જેને કારણે શહેરીજનોને દિવસ દરમિયાન મિશ્ર તાપમાન તેમજ રાત્રીના સમયે ઠંડીનો ચમકારો અનુભવાય રહ્યો છે.
આ પણ વાંચોઃ સુરતમાં પગાર વધારાની માગ સાથે લુમ્સના કારીગરોનું આંદોલન, ઉકળતા ચરુ જેવી સ્થિતિ
ભેજવાળું વાતાવરણ
અઠવાડિયા અગાઉ નવસારી જિલ્લાનું તાપમાન 10 ડિગ્રીની અંદર જતા રાત્રિના સમયે લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું, તેમજ ગરમ વસ્તુઓનો વિકલ્પ અપનાવ્યો હતો, જો કે, હવે તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થયો છે, નવસારી જિલ્લાને અડીને આવેલા દરિયાઈ ભેજ પણ વાતાવરણમાં ભળે છે જેને કારણે ભેજવાળું વાતાવરણ રહે છે.
હવાની દિશા શાંત
નવસારી જિલ્લાના ગઈકાલના તાપમાન ઉપર નજર કરીએ તો મહત્તમ તાપમાન 29.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી રહ્યું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ 95% તેમજ રાત્રે 46% રહ્યું હતું. પવનની ગતિ 1.1 km પ્રતિ કલાકની રહી છે. તેમજ હવાની દિશા શાંત રહી છે.








