અમરેલીમાં એક કિશોર અને મજૂરનું મોત, બોડેલીમાં કરંટ લાગતા કિશોર મોતને ભેટ્યો
રાજ્યમાં મોતની જુદી જુદી ત્રણ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જેમાં બે અમરેલીમાં અને એજ છોટાઉદેપુરના બોડેલીમાં એક યુવક

રાજ્યમાં મોતની જુદી જુદી ત્રણ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જેમાં બે અમરેલીમાં અને એજ છોટાઉદેપુરના બોડેલીમાં એક યુવકનું મોત થયું છે.
અમરેલીમાં તળાવમાં ડૂબી જતા કિશોરનું મોત
અમરેલીના રાંઢીયા ગામમાં દહીંડા રોડ પર આવેલા તળાવમાં ન્હાવા પડેલા 15 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી મોત થયું છે. સ્થાનિકોએ તળાવમાંથી કિશોરના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. મૃતક કિશોરનું નામ પ્રકાશ શામજીભાઈ સોલંકી હોવાનું જાણવા મળ્યું છે.
અમરેલીના માર્કેટીંગ યાર્ડમાં મજૂરનું મોત
અમરેલીના માર્કેટીંગ યાર્ડના ઘઉંના ગોડાઉનમાં મજૂરનું મોત થયું છે. ઘઉંના ગોડાઉનમાં ટ્રકમાં ઘઉંની ગુણો ભરતા સમયે ગુણો મજૂરોની માથે પડતા 5 જેટલા મજૂરો પર ઘઉંની ગુણો માથે પડતા મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા. આ તમામને સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં સારવાર દરમિયાન 1 મજૂરનું મોત થયું છે, જયારે અન્ય 4 ઈજાગ્રસ્ત મજૂરો સારવાર હેઠળ છે. મૃતક 30 વર્ષીય મજૂર વિપુલ દિનેશ કનક નવા ખીજડીયાનો હોવાનું જાણવા મળ્યું છે.
બોડેલીમાં કરંટ લાગતા કિશોરનું મોત
છોટાઉદેપુરના બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત થયું છે. બોડેલી - ડભોઈ પર બાઇકના શો રૂમ પાસે આ ઘટના ઘટી હતી. મૃતક કિશોર નવીનગરીમાં રહેતો શિવમ બારીયા હોવાનું જાણવા મળ્યું છે. બોડેલી પોલીસે મૃતક યુવકના પરિવારજનોના નિવેદન લઈને કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે.








