મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

તથ્ય પટેલે નવી જામીન અરજી કોર્ટમાં દાખલ કરી, અકસ્માત સર્જીને નવનો લીધો હતો જીવ

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલે નવેસરથી નિયમિત જામીન અરજી હાઇકોર્ટેમાં દાખલ કરી છે. કોર્ટે

તથ્ય પટેલે નવી જામીન અરજી કોર્ટમાં દાખલ કરી, અકસ્માત સર્જીને નવનો લીધો હતો જીવ

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલે નવેસરથી નિયમિત જામીન અરજી હાઇકોર્ટેમાં દાખલ કરી છે. કોર્ટે અગાઉ તથ્યના કેસમાં ચાર્જશીટ નહિ થતા જામીન અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી હતી.

છ મહિના બાદ નવેસરથી નિયમિત જામીન મેળવવા અરજી દાખલ 

ગ્રામ્ય કોર્ટમાં તથ્ય સામે ચાર્જશીટ થઈ જતા છ મહિના બાદ નવેસરથી નિયમિત જામીન મેળવવા અરજી દાખલ  કરી છે. તથ્ય પટેલની જામીન અરજી પર હાઈકોર્ટમાં 6 સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

19 જુલાઈ, 2023ની મધરાત્રે તથ્યપટેલે અકસ્માત સર્જયો

 19 જુલાઈ, 2023ની મધ્યરાત્રિના અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર થયેલા એક અકસ્માતને લઈને ભીડ એકઠી થઈ હતી. આ સમયે ભારે ગતિથી આવેલી જેગુઆર કારચાલકે ભીડને અડફેટમાં લીધી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, જેમાં 9 લોકોના મોત નિપજ્યા હતા.

તથ્ય પટેલ અને તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની કરી હતી ધરપકડ

સમગ્ર મામલે એસ.જી. 2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તથ્ય પટેલ અને તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની જુદી જુદી કલમો હેઠળ પોલીસે ધરપકડ કરી હતી.

આ સમાચાર શેર કરો