VIDEO : વ્યારામાં ચૈતર વસાવાના સમર્થનમાં મૌન રેલી
તાપી જિલ્લાના વ્યારા ખાતે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં એક મૌન રેલીનું આયો

તાપી જિલ્લાના વ્યારા ખાતે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલી લોકસભા મત વિસ્તારના 'આપ' કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આ રેલી ભગવાન બિરસા મુંડા સર્કલથી શરૂ થઈને ડો. બાબાસાહેબ આંબેડકરજીના પૂતળા સુધી પહોંચી હતી. રેલીમાં સામેલ કાર્યકરોના હાથમાં "હું ચૈતર વસાવા સાથે છું" લખેલા પ્લેકાર્ડ્સ જોવા મળ્યા હતા. આમ આદમી પાર્ટીના આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ માનનીય કોર્ટના હુકમનો આદર કરે છે અને હવે ન્યાય મેળવવા માટે ઉપલી કોર્ટના દરવાજા ખટખટાવશે. આ મૌન રેલી દ્વારા કાર્યકરોએ ધારાસભ્ય પ્રત્યે પોતાનું સમર્થન દર્શાવી લોકશાહી ઢબે વિરોધ નોંધાવ્યો હતો.








