VIDEO: તાપીમાં વાલ્મિકી નદી બે કાંઠે, ખેડૂતોમાં ખુશીની લહેર
સોર્સ : gstv
તાપી જિલ્લામાં અને ઉપરવાસમાં થયેલા સાર્વત્રિક વરસાદને પગલે નદી-નાળાઓમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને વાલોડમાંથી પસાર થતી વાલ્મિકી નદી બંને કાંઠે વહેતી થતા નજારો આહલાદક બન્યો છે. નદીમાં પાણીની સપાટી વધવાને કારણે વાલોડથી સમરચાલી ફળિયાને જોડતો કોઝવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેને લીધે વાહનવ્યવહાર પર અસર પડી છે. જોકે, નદીઓમાં આવેલા નવા નીરને કારણે લાંબા સમયથી પાણીની રાહ જોઈ રહેલા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને આગામી ખેતીના પાક માટે આ પાણી આશીર્વાદરૂપ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.

