VIDEO: તાપીમાં નદીઓ ગાંડીતુર બની, 43 માર્ગો પાણીમાં ગરકાવ
સોર્સ : gstv
તાપી જિલ્લામાં ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની છે, જેમાં ખાસ કરીને વાલોડના બાજીપુરા પાસેથી પસાર થતી મીંઢોળા નદી બે કાંઠે વહેતી થતા બાજીપુરા-કુંભારવાડને જોડતો લો-લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જિલ્લાના વાલોડ, વ્યારા અને ડોલવણ તાલુકામાંથી પસાર થતી નદીઓ છલકાતા અનેક વિસ્તારોના કુલ 43 માર્ગો પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહનચાલકોની મુશ્કેલીઓ ચરમસીમાએ પહોંચી છે. સુરક્ષાના ભાગરૂપે અને જાનહાનિ ટાળવા માટે પોલીસ તંત્ર દ્વારા નદીના પટમાં કોઈ ન જાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને લોકોને નદી કિનારે ન જવાની તાકીદ કરવામાં આવી છે.

