સુરતમાં તાપી રિવરફ્રન્ટ બન્યો અસામાજિક તત્વોનો અડ્ડો, કરોડોનો ખર્ચ પાણીમાં ગયાના આક્ષેપ
સુરતમાં અડાજણ ખાતે કરોડોના ખર્ચે બનાવેલા તાપી રિવરફ્રન્ટની હાલત ખરાબ થઈ હોવાનું નજરે પડી રહ્યુ

સુરતમાં અડાજણ ખાતે કરોડોના ખર્ચે બનાવેલા તાપી રિવરફ્રન્ટની હાલત ખરાબ થઈ હોવાનું નજરે પડી રહ્યું છે. 2013-14માં તાપી રિવરફ્રન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. તત્કાલિન મુખ્યમંત્રી આનંદી પટેલે રિવરફ્રન્ટ શરૂ કરાવ્યો હતો. પરંતુ લોકડાઉન પહેલાથી જ અત્યાર સુધી તાપી રિવરફ્રન્ટ સંપૂર્ણપણે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. તાપી રિવરફ્રડમાં તમામ રમત ગમતના સાધનો ધૂળ ખાતા નજરે પડી રહ્યા હોવાના આક્ષેપ સાથે કોંગી નેતાએ કહ્યું કે, કરોડોનો ખર્ચો તંત્રની ઉદાસિનતાના કારણે પાણીમાં ગયો છે.
સાધનો બન્યા ભંગાર
કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ મુલાકાત લીધા બાદ કહ્યું કે, લાખો રૂપિયાનો રમત ગમતનો સામાન ભંગાર હાલતમાં જોવા મળ્યો હતો.ગેટ સહિત તમામ વસ્તુઓ બંધ જોવા મળી હતી. તાપી રિવરફ્રન્ટમાંથી અનેક વસ્તુઓની ચોરીઓ થઈ છે. તાપી રીવરફ્રન્ટમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. કરોડોના ખર્ચે બનેલું રિવરફ્રન્ટ હાલ સંપૂર્ણપણે ભંગાર હાલતમાં જોવા મળી રહ્યું છે.
સ્થાનિકોની માગ
તાત્કાલિક ધોરણે રિવરફ્રન્ટ શરૂ કરવા માટેની માંગણીઓ સ્થાનિક લોકો પણ કરી રહ્યા છે. અધિકારીઓ, નેતાઓ અને કોન્ટ્રાક્ટરના કારણે સંપૂર્ણ તાપી રિવરફ્રન્ટ ભંગાર હાલતમાં જોવા મળી રહ્યું છે. તમામ સાધનો તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતાં. તાપી રિવરફ્રન્ટ નહીં પરંતુ જંગલ જેવી સ્થિતિ જોવા મળી રહી છએ. તાપી રીવર ફ્રન્ટ સહિત વોકવે અને ફૂટ સ્ટોલ પણ તૂટેલી હાલતમાં જોવા મળતાં રોષની લાગણી જોવા મળી રહી છે.








