રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન, તાપીનો ક્ષત્રિય સમાજ ઉમટશે, ભાજપ વિરોધ મતદાન કરવાનો હુંકાર
રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ન કરાયા બાદ હવે ક્ષત્રિય સમાજે ભા

રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ન કરાયા બાદ હવે ક્ષત્રિય સમાજે ભાજપને ભીંસમાં લેવાનું નક્કી કરી લીધું છે. બારડોલીમાં આવતીકાલે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તાપી જિલ્લામાંથી મોટી સંખ્યામાં સમાજના લોકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહેશે તેમ કહેવામાં આવી રહ્યું છે.
વિરોધ કરાતો રહેશે
7મેના યોજાનારી લોકસભાની ગુજરાતની બેઠકો પરની ચૂંટણીમાં ભાજપ વિરોધી મતદાન કરવાના આહવાનની સાથે હવે ચૂંટણી પછી પણ જો ક્ષત્રિય સમાજને સરકાર અને પક્ષ દ્વારા અન્યાય કરાશે તો વિરોધ કરાતો રહેશે તેવી જાહેરાત પણ દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા સંયુક્ત કરવામાં આવી છે.
માંગ ન સ્વીકારાઈ
આવતીકાલે 28મીએ રવિવારે બારડોલીમાં ભરૂચથી વાપી સુધીના ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજાવાનું છે અને તેમાં પણ આવા મુદ્દાઓ ચર્ચાશે. અગાઉ સમાજે પહેલા એક તક ભાજપને આપી હતી છતાં સમાજની રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ ન સ્વીકારાતા પહેલા ‘ઓપરેશન રૂપાલા’ હતું તે હવે ‘ઓપરેશન ભાજપ’ થઈ ગયું છે, હવે પુરી તાકાત સાથે લડીશું








