મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'મારા વિસ્તારમાં ધીરેથી વાત કરો' કહી સુરતમાં બુટલેગરે BSF જવાન અને તેના ભાઈ પર કર્યો હુમલો 

સુરતમાં બુટલેગરો ફાટીને ધુમાડે ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પુણા પોલીસ સ્ટેશનના હદ

'મારા વિસ્તારમાં ધીરેથી વાત કરો' કહી સુરતમાં બુટલેગરે BSF જવાન અને તેના ભાઈ પર કર્યો હુમલો 

સુરતમાં બુટલેગરો ફાટીને ધુમાડે ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પુણા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ ભૈયાનગર ખાતે 28 તારીખના દિવસે રાત્રિના સમયે મારામારીની ઘટના બની હતી. ભૈયાનગરના નારાયણ નગર મંદિર પાસે કાળાપુર ખાતે રાજેશ પટેલ નામના બુટલેગર દ્વારા બીએસએફ જવાન અને તેના ભાઈને ઢોર માર મારવામાં આવ્યો હતો.

માથાના ભાગે ટાંકા આવ્યા

જીવલેણ હુમલામાં બંનેઓ ભાઈને ગંભીર ઇજા થવા પામી હતી. જેમાંથી બીએસએફ જવાન તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર કુમાર રાઠોડને માથાના ભાગે 28 જેટલા ટકા આવ્યા છે. તેમના બીજા ભાઈ અજય રાઠોડને માથાના ભાગમાં આઠ જેટલા ટાંકા આવ્યા છે. બંન્ને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 

28 ટાંકા આવ્યા

રાજેશ પટેલ નામના બુટલેગર દ્વારા આ બંને ભાઈને કહ્યું કે, તમે મારા વિસ્તારમાં ધીરેથી વાત કરો આવી સામાન્ય બોલા ચાલીને લઈ ઝઘડો થયો હતો. જેમાં બુટલેગર રાજેશ પટેલ અને તેના 10થી વધુ સાગરીતો દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ બંને ભાઈઓને ન્યાય નહીં મળતા પોલીસની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે. જે બીએસએફ જવાન જેના માથાના ભાગે 28 જેટલા ટાંકા આવ્યા તે બીએસએફ જવાન હાલ અત્યારે હોસ્પિટલમાં સારવાર છે. પરંતુ બે સપ્ટેમ્બરના દિવસે તેમને તેમની ફરજ પર ફરજ જવાનું હતું.

આ સમાચાર શેર કરો