મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના કરંજમાં ગ્રામ પંચાયતની ઓફિસમાં જ લાંચ લેતા તલાટી કમ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટર રંગેહાથ ઝડપાયા

ભ્રષ્ટાચારીઓને નાથવા માટે એસીબી દ્વારા છાસવારે રેડ કરવામાં આવે છે. તેમ છતાં તંત

સુરતના કરંજમાં ગ્રામ પંચાયતની ઓફિસમાં જ લાંચ લેતા તલાટી કમ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટર રંગેહાથ ઝડપાયા

ભ્રષ્ટાચારીઓને નાથવા માટે એસીબી દ્વારા છાસવારે રેડ કરવામાં આવે છે. તેમ છતાં તંત્રમાં ઘુસી ગયેલા ભ્રષ્ટાચારી બાબુ રૂપિયા લીધા વગર એક કામ નથી કરતાં. જેમાં તલાટીથી લઈને ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. ત્યારે સુરત જિલ્લાના કરંજ ગામે તલાટી કમ મંત્રી અને મળતિયો કોમ્પ્યુટર ઓપરેટર 3500ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતાં.

3500ની લાંચ સ્વીકારી

માંડવી તાલુકાના કરંજ ગામમાં વર્ગ 3 તરિકે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી જીજ્ઞેશકુમાર પ્રફુલભાઇ પટેલ તથા કોમ્પ્યુટર ઓપરેટર પ્રિતેશ ઉર્ફે પીન્ટુ મણીલાલ વસાવાએ કરંજ ગ્રામ પંચાયતની ઓફિસમાં જ લાંચ માગીને સ્વીકારી હતી. જો કે, લાંચ લેતા જ એસીબીના છટકામાં બન્ને આબાદ રીતે ફસાઈ ગયા હતાં. તેમની પાસેથી 3500ની રિકવરી પણ કરવામાં આવી હતી.હાલ બન્નેને ઝડપી લઈને એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નામ દાખલ કરવાના નામે લાંચ માગી

ફરીયાદીએ કરંજ ગામે મિલકત ખરીદી હતી. આ મિલકતમાં પોતાનું નામ દાખલ કરવા માટે મિલકત નામ ફેરનું ફોર્મ ભર્યું હતું. જે બાબતે કરંજ ગ્રામ પંચાયત ખાતે જઇ તપાસ કરતા તલાટી કમમંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટરએ મિલકતમાં નામ ફેર કરવાના અવેજ પેટે પ્રથમ ૫૦૦૦ લાંચની માંગણી કરી હતી. જે રકઝકનાં ૩૫૦૦ની લાંચ નક્કી કરવામાં આવી હતી. લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોપી ફરિયાદી સાથે વાતચિત કરી, લાંચની રકમ સ્વિકારી હતી. જેથી બન્ને આરોપીઓ સ્થળ પર પકડાઇ ગયા હતાં. 

આ સમાચાર શેર કરો