મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ મિલકતમાં ગ્રાઉન્ડ ફ્લોરનો ઉલ્લેખ કરાવવા 40 હજારની લાંચ લેતા તલાટી કમ મંત્રી રંગેહાથ ઝડપાયો

સુરત સહિત સમગ્ર રાજ્યમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. ત્યારે સરકારી કર્મચારીઓના ભ્રષ્ટાચાર પર અંકુશ રાખતી એ

સુરત/ મિલકતમાં ગ્રાઉન્ડ ફ્લોરનો ઉલ્લેખ કરાવવા 40 હજારની લાંચ લેતા તલાટી કમ મંત્રી રંગેહાથ ઝડપાયો

સુરત સહિત સમગ્ર રાજ્યમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. ત્યારે સરકારી કર્મચારીઓના ભ્રષ્ટાચાર પર અંકુશ રાખતી એસીબી નાના નાના અધિકારીઓને સતત ઝડપી લેતી હોય છે. ત્યારે સુરત જિલ્લાના માંકડા અને વલથાણ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને 40 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. 

વેરાબીલ માટે લાંચ આપવા તૈયાર હતી

કામરેજ તાલુકાના માંકણા/ વલથાણ ગ્રામ પંચાયતમાં વર્ગ 3 ના તલાટી કમ મંત્રી ભરતભાઇ કનુભાઇ વાળા ફરિયાદી પાસેથી ભાડે રાખેલી મિલકતના ગ્રાઉન્ડ ફ્લોરના વેરાબીલમાં ઉલ્લેખ ન થતો હોય જીએસટી નંબર તથા વિજ કનેકશન મેળવવા વેરાબીલની જરૂરીયાત હતી. જેથી તલાટી મંત્રીએ 40 હજાર રૂપિયા માગ્યા હતાં. 

લાંચ લેતા પકડાયા

તલાટી મંત્રીએ વલથાણ ગ્રામ પંચાયતની કચેરીમાં જ 40 હજાર રૂપિયાની લાંચ લેવાનું નક્કી કર્યું હતું. વેરાબીલમાં ઉલ્લેખ કરવો હોય તો રૂપિયા ૪૦,૦૦૦/- આપો તો તમારૂ કામ થઇ જશે તેમ જણાવી મિલકતના વેરાબીલમાં સુધારો કરી આપવાના અવેજ પેટે રૂ.૪૦,૦૦૦/- લાંચની માંગણી કરી હતી. લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે આઘારે લાંચના છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા પકડાઈ ગયાં હતાં.

આ સમાચાર શેર કરો