મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ટેલરિંગનું કામ કરનારનું છાતિમાં દુઃખાવા બાદ તથા કન્સ્ટ્રક્શનનું કામ કરતાં યુવકનું પડી જતાં મોત

સુરતમાં યુવાનોના મોતને લઈને ચિંતાનો માહોલ છે. ત્યારે રોજે રોજ ચાર પાંચ વ્યક્તિના શંકાસ્પદ હાર્ટ એટેકથી મોત

સુરતમાં ટેલરિંગનું કામ કરનારનું છાતિમાં દુઃખાવા બાદ તથા કન્સ્ટ્રક્શનનું કામ કરતાં યુવકનું પડી જતાં મોત

સુરતમાં યુવાનોના મોતને લઈને ચિંતાનો માહોલ છે. ત્યારે રોજે રોજ ચાર પાંચ વ્યક્તિના શંકાસ્પદ હાર્ટ એટેકથી મોત થઈ રહ્યાં છે. આ દરમિયાન બે યુવકોના મોત નીપજ્યાં છે. જેમાં એક ટેલરિંગનું કામ કરનાર યુવકનું છાતિમાં દુઃખાવો ઉપડ્યા બાદ મોત નીપજ્યું હતું. જ્યારે એક કન્સ્ટ્રક્શનની સાઈટ પર કામ કરનાર યુવકનું પાણીની સાફ કરતી વખતે પડી જતાં મોત નીપજ્યું હતું.

કમાનારા એકના એકનું મોત

ખટોદરાના ભટારમાં ૩૨ વર્ષીય સંદીપ પટેલનું શંકાસ્પદ હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. હાર્ટ અટેકમાં સારવાર મળે તે પહેલાં જ યુવકનું મોત નીપજ્યું હતું. મૃતક યુવક ટેલરિંગનું કામ કરતો હતો. ઘરેથી કામ પર જવા નીકળી રહ્યો હતો. આ દરમિયાન તેને છાતીમાં દુઃ ખાવો ઉપડ્યો હતો. યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરક થઈ ગયો છે. ઘરમાં કમાવાવાળો એકનો એક યુવક હતો.

કામદારનું મોત

બીજા બનાવમાં વેસુ વિસ્તારમાં કન્ટ્રક્શન સાઈટ પર વરસાદી પાણી કાઢવા જતા કામદારનું મોત નીપજ્યું હતું. ૨૫ વર્ષીય રોહિત હાટીલાનું મોત થયું હતું. અન્ય કામદારો કન્ટ્રક્શન સાઈટ પર સાફ સફાઈ કરતા હતા. જ્યારે મૃતક રોહિત વરસાદી પાણીનો નિકાલ કરવા નીકળ્યો હતો. જ્યાં પડી જતા તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. રોહિતને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. 

આ સમાચાર શેર કરો