મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાતના આ શહેરમાં બને છે IPLના ખેલાડીઓના ટી-શર્ટ, જ્યુરીક મટિરિયલમાંથી તૈયાર થતું કાપડ 50 ડિગ્રી ગરમીમાં આપે છે રાહત

ક્રિકેટનો મહાકુંભ આઈપીએલ શરૂ થઈ રહ્યો છે. જેમાં દેશ વિદેશના ખેલાડીઓ રમતના મેદાન પર રનોનો વરસાદ કરત

ક્રિકેટનો મહાકુંભ આઈપીએલ શરૂ થઈ રહ્યો છે. જેમાં દેશ વિદેશના ખેલાડીઓ રમતના મેદાન પર રનોનો વરસાદ કરતાં હોય છે. ત્યારે આ ખેલાડીઓ જે ટી શર્ટ સહિતના ડ્રેસ પહેરીને મેદાનમાં ઉતરે છે તે ડ્રેસના કાપડ સુરતમાં તૈયાર થાય છે. સુરતમાં ખાસ રીતે તૈયાર થયેલા ફેબ્રિકમાંથી જર્સી અને ટ્રેક પેન્ટ બનાવવામાં આવે છે. જેમાં જ્યુરીક મટિરિયલમાંથી તૈયાર કરવામાં આવે છે. જે પોલિસ્ટર કાપડ હોય છે. 

અગાઉ ચીનમાંથી કાપડ આવતું

ઈન્ડિયન પ્રિમિયર લીગ એટલે કે આઈપીએલમાં ભાગ લેનારા ખેલાડીઓ માટે જે ડ્રેસ બને છે. તે એક લાઈટ વેઇટ ફેબ્રિક હોય છે. ડ્રાય-ફિટ હોવાની સાથે યુવી પ્રોટેક્ટેડ હોય છે. ખેલાડીઓ જ્યારે રમે છે, ત્યારે તેમના મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને આ કાપડ ખૂબ જ સ્ટ્રેચેબલ બનાવવામાં આવે છે. અગાઉ આ કાપડ ચીનમાંથી ઈમ્પોર્ટ કરવામાં આવતું હતું. પરંતુ, સરકારના નવા નિયમ બાદ આ સંપૂર્ણ રીતે ઈમ્પોર્ટ બંધ થઈ ગયું છે. જેના કારણે કાપડ ઉદ્યોગને લાભ પણ થયો છે. પહેલાં આ કાપડ ચીનમાંથી રોજ 835 ટન આવતું હતું. પરંતુ હવે સુરતમાં આ ફેબ્રિક તૈયાર થવાને કારણે માત્ર IPL સિઝનમાં 75 કરોડ રૂપિયાનો વેપાર સુરતના અલગ-અલગ વેપારીઓને મળ્યો છે.

કાપડમાં રિસાયકલ મટિરિયલનો પણ ઉપયોગ

પોલિસ્ટરના વેપારી વિષ્ણુ અગ્રવાલે કહ્યું કે, પ્લાસ્ટિકની બોટલ સહિતની વસ્તુઓને રિસાયકલ કરીને યાર્ન બનાવવામાં આવે છે. યાર્ન પછી ભાગો બનાવીને પોલિસ્ટર બનાવવામાં આવી રહ્યું છે. એટલે IPLમાં જે પણ ખેલાડીઓ રમવા જઈ રહ્યા છે. તે રિસાયકલ પોલિસ્ટરમાંથી બનાવવામાં આવ્યું છે.IPLમાં રમનાર ખેલાડીઓ માટે સુરતથી પોલિસ્ટર કાપડ અલગ-અલગ શહેરોની કંપનીઓને આપવામાં આવ્યું છે. તેનું મટિરિયલ અલગ હોય છે, પણ સાથે IPL અને ખેલાડીઓના ચાહકો માટે પણ ટી-શર્ટ બનાવવામાં આવે છે. બંન્નેની ક્વોલિટી અને કિંમતમાં પણ ખાસો તફાવત જોવા મળે છે.

કાપડની વિશેષતા

સુરતમાં તૈયાર થયેલું કાપડ યુવી પ્રોટેક્શન ધરાવે છે. જે પરસેવાનું શોષણ કરે છે. સાથે જ 50 ડિગ્રી તાપમાનમાં પણ આરામ આપે છે.ક્વિક ડ્રાય ફેબ્રિકના તંતુઓ ભેજ અથવા તો પાણી તેને ઝડપથી શોષી લે છે. આ ફેબ્રિક વજનદાર અને ભીનું રહેતું નથી. એન્ટીમાઈક્રોબિયલ હોવાથી બેક્ટેરિયા અને ફંગસ ટકી શકતા નથી. જેથી આ કાપડ દુર્ગંધ મુક્ત હોય છે. જેથી તાજગી રહે છે.

આ સમાચાર શેર કરો