મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા: શિનોર તાલુકામાં સ્વાઈન ફ્લૂનો કહેર, છેલ્લા 24 કલાકમાં એક મહિલા અને એક બાળકીનું મોત

રાજ્યના વડોદરા જીલ્લાના શિનોર તાલુકામાં સ્વાઇન ફ્લૂથી ચોવીસ કલાકમાં એક મહિલ

વડોદરા: શિનોર તાલુકામાં સ્વાઈન ફ્લૂનો કહેર, છેલ્લા 24 કલાકમાં એક મહિલા અને એક બાળકીનું મોત

રાજ્યના વડોદરા જીલ્લાના શિનોર તાલુકામાં સ્વાઇન ફ્લૂથી ચોવીસ કલાકમાં એક મહિલા અને બાળકી સહીત બે લોકોના મોત નીપજ્યા છે.પરીક્ષાના માહોલ વચ્ચે બીમારી વકરતા વાલીઓની ચિંતા વધી છે. રાજ્યમાં સ્વાઈનફ્લૂના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા  રાજકોટમાં પણ સ્વાઈન ફ્લૂથી મોતના અહેવાલ સામે આવ્યા હતા. રાજકોટના કોટડાસાંગાણીની યુવતીનું સ્વાઈન ફ્લૂથી મોત નિપજ્યું હતું

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં સ્વાઇન ફ્લૂથી પાંચના મોત જ્યારે કોરોનાથી એકનું મોત થતાં આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. તો બીજી તરફ આરોગ્યના નિષ્ણાતોએ શરદી, ખાંસી સાથે તાવ હોય તો તુંરત જ ડોકટરની સલાહ લેવા અપીલ કરી છે.

જાણો સ્વાઈન ફ્લુ ફેલાઈ છે કઈ રીતે

સ્વાઈન ફ્લુ એક ચેપી રોગ છે. આ રોગ ઉધરસ કે છીંક ખાતી સમયે છોડવામાં આવતા બેક્ટેરિયાના પગલે સ્વાઈન ફ્લુ ઝડપથી ફેલાય છે. 

આ સમાચાર શેર કરો