રાજકોટ: સેન્ટ્રલ જેલમાં આરોપીનું શંકાસ્પદ મોત, પોલીસના મારથી મોત થયાનો પરિવારનો આરોપ
રાજકોટ સેન્ટ્રલ જેલમાં આરોપીનું શંકાસ્પદ મોત થવાની ઘટના સામે આવી છે. આ મામલે મૃતકના પરિવાર દ્વારા ગંભીર આર

રાજકોટ સેન્ટ્રલ જેલમાં આરોપીનું શંકાસ્પદ મોત થવાની ઘટના સામે આવી છે. આ મામલે મૃતકના પરિવાર દ્વારા ગંભીર આરોપ લગાવવામા આવ્યો છે કે પોલીસ દ્વારા માર મારવાથી આરોપીનું મોત થયુ છે.
૩૫ વર્ષીય વિજય પરમાર નામના વ્યક્તિનું જેલમાં મોત
ચુનારાવાડમાં રહેતા ૩૫ વર્ષીય વિજય પરમાર નામના વ્યક્તિનું જેલમાં મોત થયું હતું. અને, મૃતક વિજય પરમાર પર માત્ર 500 રૂપિયાની મદદગારી મામલે કેસ ચાલતો હતો.જેમાં થોરાળા પોલીસ દ્વારા મૃતક વિજયને ઘરેથી પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. ગત શુક્રવારે કોર્ટમાં રજૂ કરતાં જેલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.
પરિવારજનોએ CCTV દેખાડવાની માંગ કરી
રવિવારે પરિવારને ફોન આવ્યો કે વિજયને ઇમરજન્સી તબિયત લથડી ગઈ છે અને પરિવાર હોસ્પીટલ પહોંચતા વિજયનાં મોતના સમાચાર મળ્યા હતા. પરિવારજનોએ CCTV દેખાડવાની માંગ કરી હતી.






