ગોંડલ: ખાનગી સ્કૂલની હોસ્ટેલમાં રહેતા ધોરણ-12ના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત
ગુજરાતના ગોંડલની ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું અચાનક મોત નિપજ્યાની ઘ

ગુજરાતના ગોંડલની ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું અચાનક મોત નિપજ્યાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ગોંડલની ખાનગી સ્કૂલની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીનું મોત થયું છે. રક્ષાબંધન પહેલાં જ બે બહેનોએ પોતાનો ભાઈ ગુમાવ્યો છે.
ધોરણ-12માં અભ્યાસ કરતા શ્યામ પાઠક નામના વિદ્યાર્થીનું મોત
ખાનગી સ્કૂલમાં ધોરણ-12માં અભ્યાસ કરતા શ્યામ પાઠકની અચાનક તબિયત લથડતા તેનું મોત નીપજ્યું હતું. વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત નિપજતા શાળા તંત્રો પોલીસને જાણ કરી હતી. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.
વિદ્યાર્થીની તબિયત લથડતા સ્કૂલ તંત્રે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો
વિદ્યાર્થીની તબિયત લથડતા સ્કૂલ તંત્રે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. દાખલ કર્યા બાદ સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. મૃતક યુવાનના પરિવારજનોને શાળા તંત્રે જાણ કરી હતી. યુવાનનું અકાળે મોત નિપજતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.






