મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં વધુ એક સરકારી પરીક્ષામાં ગેરરીતિની આશંકા!, સ્ટાફનર્સ વર્ગ-3ની આન્સર કી બાદ ઉભો થયો વિવાદ

ગુજરાતમાં વધુ એક સરકારી ભરતીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય

ગુજરાતમાં વધુ એક સરકારી પરીક્ષામાં ગેરરીતિની આશંકા!, સ્ટાફનર્સ વર્ગ-3ની આન્સર કી બાદ ઉભો થયો વિવાદ

ગુજરાતમાં વધુ એક સરકારી ભરતીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગની વર્ગ-3ની સ્ટાફ નર્સની ભરતી માટે લેવામાં આવેલી પરીક્ષામાં આન્સર કીમાં ક્રમબદ્ધ 100 પ્રશ્નોના સાચા જવાબ ABCD એ પ્રકારે જાહેર થતા આ ભરતીમાં કૌભાંડની આશંકા વ્યક્ત થઇ રહી છે. 

ગુજરાતમાં સરકારી ભરતીમાં ગેરરીતિની આશંકા

GTU દ્વારા લેવામાં આવેલી આરોગ્ય વિભાગની વર્ગ-3ની 1903 સ્ટાફનર્સની ભરતીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત થઇ રહી છે. પરીક્ષા બાદ જાહેર કરવામાં આવેલી આન્સર કીમાં 100 પ્રશ્નોના જવાબ ક્રમબદ્ધ ABCD ક્રમમાં જ જાહેર થતા પરીક્ષામાં કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં વિવિધ ભરતીમાં કૌભાંડ

GTU દ્વારા આ પહેલા લેવામાં આવેલી મહેસૂલી તલાટીથી લઇને અનેક સરકારી ભરતી પરીક્ષા કૌભાંડને ભેટ ચઢી ચુકી છે એમ છતાંયે ગૌણ સેવા પસંદગી મંડળને બદલે સરકારના અનેક વિભાગો વર્ગ-3ની જગ્યાઓ માટે GTUની જ પસંદગી કરી રહ્યા છે.

સ્ટાફનર્સની પરીક્ષાને લઇને કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

સ્ટાફનર્સની પરીક્ષાને લઇને કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ સવાલ ઉઠાવ્યા છે. મનીષ દોશીએ કહ્યું કે, સરકારને પોતાના મંડળ અને વિભાગ પર વિશ્વાસ જ નથી. આરોગ્ય ખાતા દ્વારા 1903 જગ્યા માટે GTUને જવાબદારી સોપવામાં આવી હતી. પરીક્ષાની આન્સર કીમાં ABCDની પેટર્ન જોવા મળી જે પ્રથમ રીતે શંકા વ્યક્ત કરે છે. અગાઉની 24 જેટલી પરીક્ષાઓમાં ગોલમોલ અને ગોટાળા સરકારની ઓળખ બની છે. સરકારે સમગ્ર બાબતની અંદર તપાસ કરવાની જરૂર છે. સરકાર કૌભાંડ-કાંડમાં ગળાડુબ છે. આ સાથે જ કોગ્રેસે સમગ્ર મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો