મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છ જમીન કૌભાંડ કેસ મામલે સસ્પેન્ડેડ IAS પ્રદિપ શર્મા દોષિત જાહેર

સજા સંભળાવ્યા પહેલા પ્રદીપ શર્માની વકીલની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વકીલે કહ્ય

કચ્છ જમીન કૌભાંડ કેસ મામલે સસ્પેન્ડેડ IAS પ્રદિપ શર્મા દોષિત જાહેર

સજા સંભળાવ્યા પહેલા પ્રદીપ શર્માની વકીલની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વકીલે કહ્યું હતું કે લાંબા સમયથી પ્રદીપ શર્મા જેલમાં છે માટે તેને ધ્યાને લેવામાં આવે તેમજ પ્રદીપ શર્માની ઉંમરને પણ ધ્યાને લેવામાં આવે. નવા કાયદામાં સંબધિત કેસમાં 10 વર્ષ સુધી મહત્તમ સજાની જોગવાઈ અને ઓછામાં ઓછી 4 વર્ષની જોગવાઈ છે. નિલંબિત IAS તરીકે જિલ્લાના અધિકારી તરીકે ગુનો આચર્યો હતો, કોર્ટે માન્યું છે કે પ્રદીપ શર્માએ ગુનો કર્યો છે.

એક IAS અધિકારી તરીકે પુરવાર થયેલા ગુના ને ઓછામાં ઓછી સજા ન કરી શકાય. જો IAS અધિકારી તરીકે કરેલા કારનામા ને ઓછી સજા કરવામાં આવે તો સોસાયટીમાં ખોટો સંદેશ જશે તેથી IAS અધિકારી હતા એટલે ઓછી સજા થઈ એવું લોકો ન કહેવા જોઈએ. નવા કાયદામાં જોગવાઈ એટલા માટે જ વધારવામાં આવી છે કે ભ્રષ્ટાચારી સામે વધુમાં વધુ સજા થવી જોઈએ. તેમણે કરેલો ગુનો એ દેશ વિરોધી છે. પ્રદીપ શર્મા ને ન માત્ર સજા પરંતુ દંડ પણ કરવા રાજ્ય સરકારે રજૂઆત કરી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં બેંક મેનેજરે પોતાની જ બેંકને લગાવ્યો કરોડોનો ચૂનો, આખરે થઈ ધરપકડ; જાણો શું છે મામલો

પૂર્વ IAS પ્રદીપ શર્મા સામે ભુજમાં સરકારી જમીન ખાનગી કંપનીને આપી અંગત લાભ મેળવવાને મામલે કોર્ટે પ્રદીપ શર્માને દોષિત ઠહેરાવ્યા છે. પૂર્વ IAS પ્રદીપ શર્માને વિશેષ કોર્ટથી કોઈ રાહત નહીં તેમજ જમીન ઉપરાંત PMLA સહિતની કાર્યવાહીમાં ચુકાદા પર સ્ટેની અરજી કોર્ટે ફગાવી છે. સુપ્રીમકોર્ટમાં કેસ પેન્ડિંગ હોવાથી ચુકાદો મોકૂફ રાખવા અરજી કરી હતી. સરકારી અધિકારી તરીકે સત્તાનો દુરુપયોગ મામલે તેમજ પોતે અને પોતાના પરિવારને આર્થિક લાભ કરાવવા મામલે કોર્ટે દોષિત ઠેરવ્યા છે.  ACB કલમ 11 તથા 13/2 હેઠળ દોષિત ઠરાવ્યા તેમજ અન્ય 2 કેસમાં પ્રદીપ શર્માને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો