મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપે કરી લાલ આંખ, પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર 5 સક્રિય કાર્યકરોને કર્યા સસ્પેન્ડ

રાજ્યમાં હાલ ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ફોર્મ ચેકિંગ પણ થઈ ગયા છે. ત્યારે શિસ્ત બધ્ધ ગણાતા ભાજપ દ્વ

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપે કરી લાલ આંખ, પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર 5 સક્રિય કાર્યકરોને કર્યા સસ્પેન્ડ

રાજ્યમાં હાલ ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ફોર્મ ચેકિંગ પણ થઈ ગયા છે. ત્યારે શિસ્ત બધ્ધ ગણાતા ભાજપ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ભાજપથી નારાજ થયેલા અને પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા છોટાઉદેપુર નગરપાલિકા પાંચ સક્રિય કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ચૂંટણી પહેલા ભાજપે મોટી કાર્યવાહી કરી છે.  

આ પણ વાંચોઃ VIDEO: સુરતમાં પાલિકાના પાપે થયો અકસ્માત, બેરિકેટ વગર ખોદેલા ખાડામાં ખાબકી રિક્ષા

પ્રમુખે કરી કાર્યવાહી

નગરપાલિકા ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પાંચ જેટલા સક્રિય કાર્યકરોને સસ્પેન્ડ કરાયા છે. છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાએ મોટી કાર્યવાહી કરી છે. અલગ અલગ વિભાગમાં અને સમિતિમાં કામ કરતાં કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ 

૧. ઈર્શાદભાઈ હુસેનભાઈ ખાલપા-મંડલ લઘુમતી મોરચા પ્રમુખ (છોટાઉદેપુર શહેર)
૨. રમજાની ફારૂકભાઈ ફોદા-સક્રિય સભ્ય (છોટાઉદેપુર શહેર)
૩. શર્મિષ્ઠાબેન રાજુભાઈ તડવી-સક્રિય સભ્ય (છોટાઉદેપુર શહેર)
૪. મયુરભાઈ રમેશભાઈ ચૌહાણ-સક્રિય સભ્ય (છોટાઉદેપુર શહેર)
૫. શીલ્પાબેન જગદીશભાઈ દેસાઈ-સક્રિય સભ્ય (છોટાઉદેપુર શહેર ને સસ્પેન્ડ કરાયા,

આ સમાચાર શેર કરો