VIDEO: સુરતમાં પાલિકાના પાપે થયો અકસ્માત, બેરિકેટ વગર ખોદેલા ખાડામાં ખાબકી રિક્ષા
સુરત મહાનગરપાલિકા તંત્રના પાપનું ભોગ સામાન્ય લોકોને છાસવારે બનવું પડતું હોય છે. ત્યારે વેડ રોડ વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા રસ્તા પર ખાડો ખોદયો હતો. જોકે તંત્રના લાપરવાહ અધિકારીઓ ખાડાની આડે બેરિકેટ મૂકવાનું ભૂલી ગયા હતાં. જેથી રાત્રિના સમયે રિક્ષા લઈને નીકળેલા ચાલકનું ધ્યાન ન રહેતા ખાડો દેખાયો નહોતો. જેથી રિક્ષા સીધી જ ખાડામાં ખાબકી હતી. જેથી રિક્ષા ચાલકને ઈજાઓ પહોંચી હતી. તંત્રએ વચ્ચે બેરીકેટ મુકવાના બદલે આજુ બાજુ નામના બેરીકેટ મૂકી સંતોષ માની લીધો હતો. અગાઉ આ રીતે ખાડા ખોદી ખુલ્લા મૂકી રાખતા અનેક અકસ્માતના બનાવમાં લોકોના જીવ પણ ગયા છે. તેમ છતાં તંત્ર સુધરતું ન હોવાના આક્ષેપ લોકો લગાવી રહ્યાં છે.
આ પણ વાંચોઃ સુરતમાં માથાભારે આરિફ મીંડીના ઘરનું ડિમોલેશન, ગેરકાયદે ઉભા કરાયેલા બાંધકામને તોડી પડાયું

