પોતાના જ મિત્ર સાથે પત્નીને અફેર હોવાની પતિને હતી આશંકા, પછી કર્યું કંઈક એવું કે....
આડા સંબંધના કરુણ અંજામ આવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતાં હોવાથી હત્યા સુધીના બનાવ બને છે. ત્યારે

આડા સંબંધના કરુણ અંજામ આવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતાં હોવાથી હત્યા સુધીના બનાવ બને છે. ત્યારે આવો જ કિસ્સો ફરીથી સામે આવ્યો છે. જેમાં સુરતના ભેસ્તાન વિસ્તારમાં 33 વર્ષીય યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. મિત્રને પોતાની પત્નીનું અફેર મિત્ર સાથે હોવાની આશંકા હોવાથી હત્યા કરવામાં આવી છે.
હત્યાના આરોપીની અટકાયત
યુવકના માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હતી. મિત્રએ જ મિત્રની હત્યા કરી હતી. મિત્રની પત્ની સાથે અફેર હોવાની શંકાએ મિત્ર એ જ હત્યા હતી. મૃતકનું નામ રાહુલ પાટીલ છે. જ્યારે હત્યારાનું નામ પ્રશાંત હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ પોલીસે તાત્કાલિક આરોપી મિત્રની અટકાયત કરી હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ન્યાયની માગ
ગણેશ પાટીલે કહ્યુ કે, તેની કોઈ મેટર હતી. વાઈફના ફ્રેન્ડની મેટર હતી. ટેક્સટાઈલ માર્કેટમાં ફોલ્ડીંગનું કામ કરતો હતો. તેની પત્ની ગર્ભવતી છે. હાલ કોઈ સંતાન નથી. તેની હત્યા બાદ અમારી એક જ માગ છે કે, પરિવારને ન્યાય મળવો જોઈએ. ગર્ભવતી પત્નીનો શું વાંક હતો.








