શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી રાજ્યમાં વધુ બે બાળકના મોત, જામનગર-સુરેન્દ્રનગરમાં જોવા મળ્યા કેસ
રાજ્યમાં શંકાસ્પદ ચાંદિપુરા વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. સતત વધતા કહેરને કારણે સુરેન્દ્રનગરનમા પાટડીન

રાજ્યમાં શંકાસ્પદ ચાંદિપુરા વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. સતત વધતા કહેરને કારણે સુરેન્દ્રનગરનમા પાટડીની 5 વર્ષની બાળકી અને જામનગરની જીજી હોસ્પિટલમાં એક બાળકનું મોત થયું છે.
સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા રોગના પગલે 20 પીડીયાટ્રીક ડોક્ટરોની ટીમને તૈનાત કરવામાં આવી
સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા રોગના પગલે 20 પીડીયાટ્રીક ડોક્ટરોની ટીમને તૈનાત કરવામાં આવી છે. જામનગરની જી. જી.હોસ્પિટલમાં ચાંદીપુરાના પાસ શંકાસ્પદ કેસ નોંધાયા હતા તેમાંથી એક બાળકનું મોત થયું છે, તો અન્ય ચાર બાળકો હાલ સારવાર હેઠળ છે.
ગુજરાતમાં નાના બાળકોમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા- ઋષિકેશ પટેલ
ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલે ચાંદીપુરા વાયરસના કેસ અંગે જણાવ્યું હતું કે, "ગુજરાતમાં નાના બાળકોમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા, જેના કારણે થોડો ડર હતો, પરંતુ જ્યારે સેમ્પલ પુણેની લેબમાં મોકલવામાં આવ્યો ત્યારે તે 7 સેમ્પલમાંથી 1 પોઝિટિવ અને 6 નેગેટિવ પરિણામ નોંધાયા છે.
ચાંદીપુરા વાયરસ કેવી રીતે ફેલાય છે?
- ભેજયુક્ત વાતાવરણમાં ફેલાય છે વાયરસ
ગ્રામ્ય વિસ્તારમાં વધુ ફેલાય છે વાયરસ
મચ્છર- માખીના કારણે ચાંદીપુરા વાયરસનો લાગે છે ચેપ
સેન્ડ ફ્લાય નામની માખીના કારણે ફેલાય છે વાયરસ
14 વર્ષ સુધીના બાળકોમાં ફેલાઈ શકે છે ચેપ
ચાંદીપુરા વાયરસના લક્ષણો
ઝાડા, ઉલટી, તાવ, બેભાન થવું, ખેંચ આવવી
અહીં દરેક ગામમાં માર્ગદર્શિકા આપવામાં આવી છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે CHC, કલેક્ટર, BDO, મેડિકલ કોલેજ સાથે વાતચીત કરી છે અને જરૂરી માહિતી આપવામાં આવી છે. ગુજરાતમાં કુલ 47 કેસ છે અને 3 કેસ અન્ય રાજ્યોમાંથી આવ્યા છે જેમાંથી 16 લોકોના મોત થયા છે.








