મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દિવાળી ટાણે ગાંધીનગરમાં આ ખતરનાક વાયરસનો શંકાસ્પદ કેસ, દર્દીના સેમ્પલ પરિક્ષણ માટે મોકલાયા

વાંરવાર વરસાદી ઝાપટા અને વાદળછાળા વાતાવરણને મચ્છરજન્ય રોગચાળાની સિઝન લાંબી ચાલી રહી છે. નવરાત્રિમા

દિવાળી ટાણે ગાંધીનગરમાં આ ખતરનાક વાયરસનો શંકાસ્પદ કેસ, દર્દીના સેમ્પલ પરિક્ષણ માટે મોકલાયા

વાંરવાર વરસાદી ઝાપટા અને વાદળછાળા વાતાવરણને  મચ્છરજન્ય રોગચાળાની સિઝન લાંબી ચાલી રહી છે. નવરાત્રિમાં પણ વરસાદી માહોલ છવાયો હતો.વાયરલ બિમારીઓ વધી રહી છે, બીજી બાજુ મચ્છરજન્ય બિમારીઓના કેસ પણ દિવાળી શરૂ થઈ ગયા પછી પણ સતત સામે આવી રહ્યા છે. જે ચિંતાજનક બાબત છે.

ઝીકા વાયરસનો શંકાસ્પદ કેસ ગાંધીનગરમાંથી મળી આવ્યો

આ વખતે ડેન્ગ્યુ પણ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. તો બીજી બાજુ ચિકનગુનીયાના કેસો પણ સતત વધી રહ્યા છે. મચ્છરથી ફેલાતા ઝીકા વાયરસનો શંકાસ્પદ કેસ ગાંધીનગરમાંથી મળી આવ્યો છે. સેક્ટર-5માં રહેતા વૃદ્ધની તબિયત લથડતા તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા.

વૃદ્ધ દર્દીના સેમ્પલ તપાસ અર્થે મોકલાયો

જે દરમ્યાન તબીબોને વૃદ્ધ દર્દીના લક્ષણો અલગ લાગતા તેમણે ઝીકા વાયરસના પરિક્ષણ માટે જરૂરી સેમ્પલ લેવડાવ્યા હતા, અને તે પૂનાની લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. તેના રિપોર્ટના આધારે વૃદ્ધને ઝીકા વાયરસ પોઝિટીવ છે કે નહીં તેનો ખ્યાલ આવશે.

પુણેમાં ઝીકા વાયરસના 6 કેસ સામે આવ્યા, બે ગર્ભવતી મહિલાઓમાં પણ જોવા મળ્યો રોગ, જાણો બચવાના ઉપાય

યુગાંડા સહિતના ઘણા દેશોમાં આ ઝીકા વાયરસે અગાઉ હાહાકાર મચાવ્યો

યુગાંડા સહિતના ઘણા દેશોમાં આ ઝીકા વાયરસે અગાઉ હાહાકાર મચાવ્યો હતો જેના પગલે દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાં જતા પહેલા જરૂરી રસીકરણ પણ કરાવવામાં આવે છે. મચ્છરથી થતા આ ઝીકા વાયરસના કેસ સમગ્ર દેશમાં ખુબ જ જૂજ છે તે વચ્ચે ગાંધીનગરમાંથી શંકાસ્પદ કેસ મળી આવતા સમગ્ર રાજ્યના આરોગ્ય તંત્રએ આ કેસ અંગે ધ્યાન કેન્દ્રીત કર્યું છે. 

આ સમાચાર શેર કરો