મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'સ્કૂલ LC અને રજિસ્ટરમાં બાળકના નામ પછી છેલ્લે અટક લખાશે', શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય

ગુજરાત બોર્ડ હેઠળની રાજ્યની તમામ સ્કૂલોમાં આજે 9મી જૂનથી નવું શૈક્ષણિક વર્

'સ્કૂલ LC અને રજિસ્ટરમાં બાળકના નામ પછી છેલ્લે અટક લખાશે', શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય

ગુજરાત બોર્ડ હેઠળની રાજ્યની તમામ સ્કૂલોમાં આજે 9મી જૂનથી નવું શૈક્ષણિક વર્ષ 2025-26ની શરૂ થયું છે. જ્યારે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને જૂન 2025થી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC) આપતી વખતે હવેથી અટક પાછળ લખવા અંગે ગુજરાત શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે.

શિક્ષણ વિભાગે પરિપત્ર મુજબ, રાજ્યમાં શાળા બદલતી વખતે વિદ્યાર્થીઓને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) આપવામાં આવે છે. LCમાં વિદ્યાર્થીના નામ, પિતા, માતાનું નામ, અટક, જન્મ તારીખ સહિતની મહત્ત્વની માહિતી નોંધવામાં આવે છે. જ્યારે હાલ APAAR ID અને તેના અંતર્ગત આધારકાર્ડ સાથે બાળકોના નામ મેપિંગ કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે જૂન 2025થી LCમાં વિદ્યાર્થીઓનું આખું નામ લખવામાં નામના અંતે અટકનો ઉલ્લેખ કરવાને લઈને શિક્ષણ વિભાગે સૂચન કર્યું છે.

ઘણી વખત વિદ્યાર્થીઓના અલગ-અલગ જરૂરી ડોક્યુમેન્ટમાં નામ અને અટકને લઈને મુશ્કેલી ઊભી થતી હોય છે. તેને ધ્યાનમાં રાખીને APAAR ID, આધારકાર્ડ અને LCમાં નામમાં એકરૂપતા રહે તે માટે શિક્ષણ વિભાગે રાજ્યની શાળાઓને સૂચના આપી છે.

આ સમાચાર શેર કરો