VIDEO: 20 ગામનાં તળાવ અને કડદાપ્રથા નાબૂદી બનશે હથિયાર: ભાજપના ઉમેદવાર રાજુ કરપડાએ રણશિંગુ ફૂંક્યું
VIDEO: ગુજરાતના રાજકારણમાં પક્ષપલટા અને અસંતોષનો સિલસિલો યથાવત છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની મૂળી બેઠક પરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયેલા જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાને પક્ષમાં જોડાયાના ગણતરીના કલાકોમાં જ જિલ્લા પંચાયતની ટિકિટ આપવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ઝડપી ટિકિટ અને કાર્યકરોમાં રોષ
વર્ષો સુધી પક્ષમાં કામ કર્યું ટિકિટ દેવાનો વારો આવ્યો તો કલાકોમાં પડેલા ઉમેદવારને ટિકિટ આપી દેવામાં આવ્યા હોવાના આરોપ.
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ ખેડૂત નેતા તરીકે સમગ્ર ગુજરાત રાજ્યમાં પોતાની છાપ ઊભી કરનાર રાજુ કરપડા ભાજપમાં જોડાયા છે ત્યારે ભાજપમાં જોડાયા ના કલાકો બાદ જ રાજુ કરપડા પોતે જિલ્લા પંચાયતની મૂળી સીટ લડશે અને મજબૂતીથી લડશે ત્યારે પોતાના સમર્થકોને સાથે રાખી અને ફોર્મ પણ ભરવામાં આવશે ત્યારે ભાજપ દ્વારા ખેસ પહેરાવવામાં આવ્યા બાદ કલાકમાં તેમની ટિકિટ જાહેર કરી દેવામાં આવી છે ત્યારે મુળી તાલુકા પંચાયતની જિલ્લા પંચાયત બેઠક નંબર બે ઉપરથી ચૂંટણી લડવા માટે જઈ રહ્યા છે.
અંતરકલહની આશંકા
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મુળી તાલુકામાં ત્રણ બેઠકો છે ત્યારે ખેડૂતોના અલગ અલગ પ્રકારે સૂચનો મેળવી અને રાજુ કરપડા દ્વારા અંતે નિર્ણય કરી અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા અંગેનું નક્કી કરવામાં આવ્યું છે પરંતુ બીજી તરફ ભાજપમાં જ વર્ષોથી સક્રિય કાર્યકર્તા તરીકે ફરજ બજાવતા અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માટે ઈચ્છુક હોય તેવા ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
પાર્ટીમાં ભણ્યા પછી 24 કલાકમાં જ ટિકિટ આપી દેવામાં આવી પરંતુ બીજી તરફ વર્ષોથી પાર્ટીમાં કામ કરતા નેતાઓને ચાન્સ ન આપતા અંદરો અંદર વાદવિવાદ વપરાયો છે અને ભાજપ સપના નેતાઓ જ ભાજપના ઉમેદવાર સામે પડ્યા હોય તે પ્રકારનો ઘાટ સર્જાશે. અંદરો અંદરની નારાજગી સામે આવી રહી છે આમ પણ મુળી તાલુકામાં રાજુ કરપડાથી ભાજપ નેતાઓ પહેલાથી જ નારાજ ચાલી રહ્યા છે ત્યારે હવે પાર્ટીમાં ભણ્યા પછી ટિકિટ આપવાનું નક્કી કરવામાં આવતા વધુ ડેમેજ થાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સામે પક્ષના ઉમેદવારોને ભાજપના જ નેતાઓ ટેકો કરે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો નવાઈ નહીં.
ત્યારે રાજુ કરપડા મુળી તાલુકા પંચાયત ખાતે કાલે ફોર્મ રજૂ કરવાના છે ત્યારે સમર્થકોમાં તેમના ઉત્સાહ છે પરંતુ ભાજપમાં આવ્યા ના 24 કલાક પછી તેમને ટિકિટ આપી દેવામાં આવતા તેમનામાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સરકારે કરેલા કામોના નામે મત માંગીશ - રાજુ કરપડા
સુરેન્દ્રનગર જિલ્લાની મુળી તાલુકા પંચાયતની બેઠક 2 પર થી ઉમેદવાર તરીકે રાજુ કરપડાને જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ભાજપે કરેલા કામોના નામે મત માંગવા જઈશનો રાજુ કરપડાએ નિવેદન આપ્યું છે સિંચાઈનું પાણી 20 ગામોના તળાવો અને પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ છે સમગ્ર ગુજરાતમાં કડદાપ્રથા પણ સરકારે નાબૂદ કરવામાં આવી છે જેનો પણ હું આભાર વ્યક્ત કરું છું ભાજપ સરકારે કરેલા કામોના નામે મત માંગીશ અને જે વિશ્વાસ મુક્યો છે તેમાં ખરા ઉતારવાનો પ્રયત્ન કરીશ બાજી અનેક લોકો બગાડસે પણ હું મારું કામ કરીશ નો રાજુ કરપડાએ હુંકાર કર્યો છે.

