Surendranagar news: નોકરીના બહાને છેતરપિંડીના કેસમાં AMC કર્મીની સંડોવણીની શક્યતા, નકલી રબર સ્ટેમ્પ મળ્યા

AMCમાં નોકરી અપાવવાને બહાને લાખોની છેતરપિંડી કરવાના કેસમાં તપાસનો રેલો અમદાવાદ આવી પહોંચ્યો છે. સુરેન્દ્રનગર પોલીસની ટીમ તપાસ અર્થે અમદાવાદ આવી પહોંચી છે. આ તપાસ દરમિયાન AMC ના કર્મચારીઓની સંડોવણીની શક્યતાઓ પણ સેવાઈ રહી છે.
AMCના નકલી રબર સ્ટેમ્પ મળ્યા
પ્રાપ્ત માહિતી મુજબ AMC માં નોકરી અને આવાસ આપવાની બોગસ સ્કીમમાં 35 લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હતા. નોકરી આપવા બોગસ કોલલેટર બનાવાનું કૌભાંડ પણ ઝડપાયું હતું. આ અંગે તપાસ કરવા સુરેન્દ્રનગર પોલીસ અમદાવાદ પહોંચી ગઈ છે. AMC ના નોકરી આપવાના બોગસ કોલલેટર અમદાવાદમાં આવેલ મહાવીર કોમ્યુટરમાં બનાવવામાં આવ્યા હોવાનો ધડાકો થયો છે. આરોપી વિજય વાઘેલાના ઘરેથી AMC ના નકલી રબર સ્ટેમ્પ પણ મળી આવ્યા છે. નોકરી આપવાના બહાને આપવામાં આવેલા કોલલેટરોનો આરોપીએ નાશ કરી નાખ્યો હતો. AMC ના ખોટા કોલ લેટરના સિક્કા અમદાવાદ વહાણવટી રબર સ્ટેમ્પમાં બનાવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ તપાસ દરમિયાન AMC ના કર્મચારીઓની સંડોવણીની શક્યતાઓ પણ સેવાઈ રહી છે.

