Video: મોરબીમાં સબસિડીવાળા યુરિયાની ગેરરીતિનો પર્દાફાશ

મોરબીમાં સીઆઈડી ક્રાઇમે સબસિડીવાળા યુરિયા ખાતરના જથ્થા મામલે આઠ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. ગત 7 ઓગસ્ટના રોજ રંગપર ગામે આવેલી જીબોન સિરામિક પ્રાઇવેટ લિમિટેડ નામની બંધ ફેક્ટરીમાંથી યુરિયાની 804 બેગનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા જથ્થામાં ઇફકો, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર, ઇન્ડિયન પોટાશ લિમિટેડ, કૃભકો અને ચંબલ ફર્ટિલાઇઝર સહિતની કંપનીઓની બેગ મળી આવી હતી. આ મામલે અમિત ગઢિયા, કનુભાઈ ઝાગલિયા, દિવિરાજસિંહ જાડેજા, બળદેવભાઈ સંઘાણી, મયુરભાઈ કેલા, સાગરભાઈ ગોધાણી, વિજયભાઈ ભરવાડ અને ગોપાલભાઈ ઝાપડા સામે ગુનો નોંધાયો છે. સબસિડીવાળા ખાતરના જથ્થા અંગેની આ કાર્યવાહીથી ખાતરના સંગ્રહ અને વિતરણને લઈને સવાલો ઊભા થયા છે. સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.






