સુરેન્દ્રનગર: વઢવાણ-લખતર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના, ટ્રક ચાલક આધેડને ફંગોળીને ફરાર

રાજ્યમાં માર્ગ અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આવીજ એક અકસ્માતની ઘટના સુરેન્દ્રનગરના વઢવાણ-લખતર હાઈવે પર બની છે. હાઈવે પર હિટ-એન્ડ રનની ઘટના થઈ છે. મળતા અહેવાલ પ્રમાણે પુરપાટ ઝડપે પસાર થતા ટ્રક ચાલકે આધેડ શખ્સને હડફેટે લીધા હતા.
ગંભીર ઈજાઓના કારણે આધેડનું ઘટના સ્થળ પર મોત
જેમાં આધેડને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓના કારણે આધેડનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
પોલીસે આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
પોલીસે આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

